પૃષ્ઠ:Pratimao.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
80
પ્રતિમાઓ
 

આ છોકરીની ઓળખ આપે છેઃ બુઢ્ઢીને આવી નમણી ને મીઠાબોલી પુત્રવધૂ ગમી જાય છે. બેઉ પરણે છેઃ ને – ને પોતાને ગૃહિણીપદે આવો એક પુત્ર પ્રસરે છે-

પણ પાંચ જ મિનિટનું છેટું પડી ગયું. એ પાંચ મિનિટે એને રખાતની વલેમાં મૂકી દીધી.

"આજ એ મારો-મારો પેટનો જણ્યો હોત, નહીં?"

એટલું કહી છાતી ફાટ રડતી, 'હવે હું આવું છું, જલદી આવી પહોંચે છું.’ એ છેલ્લા બોલ બોલી કિરણ પેલી છબીની સન્મુખ ટેબલ ઉપર માથું નાખી ઢળી પડી.