પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હજાર વર્ષ પહેલાંના આ (દક્ષિણના ) જંગલીએ એટલા બધા માનવ- ( સદૃશ (human ) હતા કે તેઓ ચિત્ર, રંગ, સુતારી વગેરે કલામાં આશ્ચર્યકારક કામ કરતા. ૧૨-૧૫ હજાર વર્ષ પહેલાં સ્પેનમાં અને આજે ડૂબી ગયેલા ભૂમધ્યભૂમિપ્રદેશમાં વસતા ક્રો-મેગ્નનલેકાએ ખેતી શરૂ કરી હતી, પશુ પાળ્યાં હતાં, ટાપલા બનાવ્યા હતા અને કુંભારકામ કર્યું હતું, પણ ભૂમધ્યરેખાની દક્ષિણતુ આફ્રિકા સ્પેન કરતાં તદ્દન જુદી જ રીતે વિકાસ સાધતું હતું. દસ હુજાર વર્ષ પહેલાં કે જ્યારે એશિયા ઉત્તર અમેરિકા સાથે જોડાયેલ હતું અને આજના સ્ટેપ અને રણના પ્રદેશા ફળદ્રુપ હતા ત્યારે દ્રવિડ પ્રશ્ન હતી; દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ એશિયાના બ્ર!ા ગરમ દેશામાં પ્રાચીન હબસી જેવા લકાના અવશેષો હતા. ... આટલી ખાખત તે અહીં નોંધવા લેખે જ રજૂ કરી છે, પણ આ જાતનાં વિધાને મારા વાંચવામાં એટલી બધી વાર, એટલે બધે ઠેકાણે આવેલ છે કે જેણે મારા મગજ પર એવે સસ્કાર પાડ્યો કે મને ચેક્કિસ લાગ્યું છે કે દક્ષિણ મહાસાગરમાં એક વિશાળ અને રસાળ ભૂમિખંડ હતા અને ત્યાં વિવિધ પ્રકારની પ્રાણીસૃષ્ટિ હતી, એટલું જ નહિ પશુ નર-વાનરજાતિની સાથે સંસ્કારો કહેવાય તેવી માનવસ્વરૂપની જાત પશુ હાવી જોઈ એ, આ કલ્પનાને ખોટી ઠરાવે તેવું હજી મારા વાંચવામાં કાંય આવ્યું નથી. આ નવલકથામાં આ ઉપરાંત પશુ બીજી કેટલીક બાબતેા છે કે જે કંઈક પણ ઐતિહાસિક કે વૈજ્ઞાનિક આધાર માગે. જેમકે, આમાં મે વાપરેલી નર-વાનરની સકેત કે ઉદ્દગારભાષા અને માનવની શબ્દભાષા, શરીરરચના અને સ્વભાવનું વર્ણન; એ દક્ષિણભૂમિખંડ પરને પ્રલય; પ્રલયમાંથી નાસી છૂટેલાં માનવ અને બીજાં પ્રાણીઓનું દક્ષિણુ અમેરિકા અને દક્ષિણુ આફ્રિકામાં પહેાંચી શકવું અને ત્યાં સમાજ