પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શીશ અને શીશનું ઘર
૨૧
 

શીશ અને શીશનું ઘર હલાવી, વાંસા ઊંચા કરી એ એડે થયે તે એને લાગ્યું કે એ કશાકમાં ફસાયેલા હતા. એ ઊભે થવા ગયા તે એ ડાલવા લાગ્યું. એને આશ્ચર્ય થયુ. એની ચારે પાસે એના શરીરને બાંધી લેતી હાય તેમ ડાળીએ લટકતી હતી. તેણે એક ડાળીને પકડી અને તેની ઉપર ચડવા માંડયુ. માથું આમ ખેસવો, તેમ ખેસવી, એ ઉપર આવ્યા. જોતાં આશ્રય થી એનુ માં ફાટી રહ્યું. કયાં હતું એ ? આ તે આવી મેટી ડાળી. ત્યારે આ નીચે? એ તે અનેક નાની નાની લટકતી ડાળીઓનું જાળુ હતુ. ડાળી નીચેથી એવી ગૂચવાઈ ગઈ હતી અને ઉપરથી એમની વચ્ચે એવી જગ્યા રહી હતી કે એમાંથી સરકીને નીચે જનાર જમીન પર ન પહોંચતાં એની અંદર જ ઝૂલી રહે. શીશ તે આ જોઈને ખૂબ જ આશ્ચય પામ્યા. એ ખીતાં બીતાં ફરીથી નીચે ઊતર્યાં. નીચે ડાળીએ જ્યાં ગૂંથાઈ ગઈ હતી ત્યાં બેસીને એણે પોતાનું શરીર ઝુલાવ્યુ', થાડાક ઠેકડા પણ મારી જોયા, પણ એ નીચે પાયો જ નહ. એ ફરીથી ઉપર આવ્યા. ફરી આશ્રયથી નીચે જોઈ રહ્યો. ફરી નીચે ગયેા. થાડીવાર ત્યાં નચિંત બની આરામથી સૂતે. એને મઝા પડી. પણ પછી એકાએક ભૂખ લાગી એટલે ઉપર ચડી આવ્યા ને ખાવાનુ શેાધવા માટે ઝાડની નીચે ઊતરી જંગલમાં ભટકવા લાગ્યો. ઝાડના ઝલાને એ ભૂલી ગયા. ઊંધવાને વખતે અકસ્માત કરીને એ એ ઝાડ નીચેથી પસાર થતા હતા ત્યારે એને ઝૂલાની યાદ આવી ગઈ અને પેાતાની રાજની ગુફામાં સૂવા જવાનું માંડી વાળી ઝાડ ઉપર એ ચડી ગયા ને સરકીને ઝૂલામાં બેસી ગયા. એ આખી રાત એને બહુ સારી ઊંધ આવી. ગુફામાં તે એને કાઈ ખીજી પ્રાણી આવી ચડવાની બીક લાગતી અને ઠંડી પણ પડતી, જ્યારે અહીં એવું કંઈ જ નહેાતું. પછી આ એનું ધર થઈ ગયુ'. શેાડી માથાકૂટ કરીને એણે એ ઘરને સુવા માટે વધુ અનુકૂળ પણ બનાવ્યું. એટલે કાલે જ્યારે એને પહેલવહેલી સહુ મળી ત્યારે તે એને