પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
પુરાતન જ્યોત
 

લોચવા લાગે તેમ વહાણ દરિયાની ધગધગતી પથારીમાં લેટવા લાગ્યું, અને કાળી કાળી વાદળીઓનાં ઘમસાણ દેખાડી કાળનાં ડમરુ બજાવતો આભ 'ખાઉં ! ખાઉં !' એમ ખાઉંકારા સંભળાવી રહ્યો. ઉતારુઓમાં ચીસાચીસ ચાલી. રસાતળની ખાઈઓ ખુલ્લી થઈ.

મા છોકરાંને ગળે બાઝી પડી, પુરુષો બાયડીઓની સોડમાં લપાતા થયા. આંખ મીંચાવા લાગી. ભાઈઓ, બાઈઓ, અલા અલા પુકારો. આપણાં પાપનો બોજ, કોકના અધર્મનો ભાર, આ વહાણ ડુબાવે છે.

જેસલના હાથમાંથી મૂછના દોરા છૂટી ગયા હતા. એનું મોં ફિક્કું પડયું હતું. એ આમતેમ દોડતોા હતોા. એ ખલાસીઓને પૂછતો હતો, “આ શું છે ? અમને કેમ ચેતાવ્યાં નહીં, એઈ બેઈમાનો ! તમે જાણો છે હું કોણ છું ? હું તમારા કટકા કરી નાખીશ. તમારે મને મારી નાખવો છે શું ?”

"જુવાન, હવે તો અલા અલા કરો ! અટાણે મારી નાખવાની વાત હોય કે દરબાર ?"

એવા બોલે જેસલને વધુ ઉશ્કેરાટ કરાવ્યો. પવન અને મોજાંના તમાચા જેસલના દેહ પર પડયા. એ વહાણને બાઝી પડયો. એની વીરતા એાસરી ગઈ. રોજ રોજ મોતની સાથે રમનરો જાડેજો એ વખતે પોતે પીળો પડયો. એનો ખોફ લાઈલાજ બન્યો.

"મરવું પડશે ? – હેં હેં ? હેં? જાનથી જાશું ! હેં ? હેં ? હેં ? કોઈ રીતે નહીં બચાય ? હેં- હેં-આ તો મારી નાખ્યા !”

જેસલ ઉતારુઓની સામે જોવા લાગ્યો, કોઈ શરણ આપી શકે ? એક જ પહોર પહેલાં ઉતારુઓએ જોયેલું વિકરાળ મોં લાચારી ધરી રહ્યું.

એકાએક તેણે તોળલને શોધી. આ તોળલ ! આ