પૃષ્ઠ:Purvalap1.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૩. સ્થિતિભેદ Previous Next

આંબાડાળે કોયલ બોલે : મલ્હારો મોરલિયા ખોલે : વ્હાલાંઓ પોઢયાં હિંડોળે : જાવું ત્યાં હાવાં!

આંખલડીનાં આંસુ ખૂટયાં : હૈયાનાં દોરડિયાં તૂટયાં : રણવગડે લૂંટારે લૂંટયાં : જાવું ક્યાં હાવાં?