પૃષ્ઠ:Purvalap1.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૪. પવિત્ર ભોજન

[અંજનીગીત] ભૂખે ના ભાખર જે ભાવ્યો : તરસે ના આસવ જે ફાવ્યો : છોડી તે સેવક સ્વામીનો શબ્દ સુણી આવ્યો!

હાવાં તવ ભાખર છે લીધો : દેવોનો દ્રાક્ષાસવ પીધો : દુનિયાએ છો અળગો કીધો : સ્વામી સાચવજો!