પૃષ્ઠ:Purvalap1.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮૨. સ્વર્ગગંગાને તીર Previous Next

[અનુષ્ટુપ અને મંદાક્રાન્તા] સખે સ્વપ્ન થયું પૂરું ચાલી ગઈ વિભાવરી; શું હવે સંભળાવું હું, નહીં જોઉં ફરી ફરી. કાલે રાતે મુજ શયનમાં અપ્સરા એક આવી, યંત્રો થોડાં નવીન કરમાં રાખીને સાથ લાવી; મારા સામું ક્ષણ નીરખીને પ્રત્યભિજ્ઞા લહે છે, ધીમે ધીમે મધુર વચનો આ પ્રમાણે કહે છે : “વિમાન લઈને સાથે, આવી છું આપની કને, સ્વર્ગમાં ફરવા ચાલો, આજ્ઞા છે બાઈની મને.” ઊભાં મારા તનુ પર થયાં હર્ષથી સર્વ રોમ, આવ્યું શબ્દો પ્રિયકર સુણી દેહમાં ખૂબ જોમ. તેનાં યંત્રો ઉપર હળવે થાઉં છું હું સવાર, ઊંડું ઊંચે તદપિ નીરખું સૃષ્ટિસૌંદર્યસાર. પર્વતો થાય છે નાના, રસા બાલક જેવડી; સરિતા સર્વ મુક્તાની માલાઓ હોય તેવડી. જોતાંમાં તો થઈ ગઈ સખે પૃથ્વી અત્યંત નાની, બીજા સર્વે ગ્રહગણ વિશે ઓળખું એહ શાની! આવ્યો ત્યાં તો પરમ સુખને આપનારો પ્રદેશ, સાહિત્યોની વિવિધ સુખમાં જ્યાં નહીં ખામી લેશ.