પૃષ્ઠ:Purvalap1.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આંખોમાંથી મુખ પર પડે જેમનું બાષ્પપૂર; તે પોતાની પ્રિય સહચરી પાસ નાચે મયૂર; ઘોળાયા છે પ્રણયરસથી જેમના ચક્ષ્વપાઙ્ગ. રાત્રીમાંયે અનુભવ કરે હર્ષનો ત્યાં રથાઙ્ગ. પશુઓ પક્ષીઓ વૃક્ષો પવનો પ્રસ્તરો સહુ, ખૂબીદાર અહીં લાગે, દીસે આનંદમાં બહુ. ધોળાં ધોળાં શશિકિરણ જે તોય સાથે ગળે છે, તેથી તેને સરસ વધતી શ્વેત શોભા મળે છે; વચ્ચે વચ્ચે સ્મરણ કરવા યોગ્ય દ્વીપો જણાય, પાણી સાથે રતિ સમયનાં ભૂષણો ત્યાં તણાય. પરિવર્તન પામે છે ચીજો ત્યાં આસપાસની — જલમાં રચના જોશો તરુખ્ર્તારકખ્ર્ઘાસની. એ સૌ શોભા તજી દઈ હવે ધ્યાન બીજે જ જાય, આહા! પાસે મધુર રવ એ વીણનો સંભળાય; જાદુ જેવા અજબ ગુણથી વૃત્તિઓ મૂઢ થાય, ઝાઝું તો શું પણ અવયવી ચેતનાયે ભુલાય. સ્વરથી થઈને લુબ્ધ વાયુ એ મંદ વાય છે; વીણા દ્વારે ખરે કોઈ મોહિનીમંત્ર ગાય છે. થોડે થોડે પરવશ થયું, સર્વ મારું શરીર, દૃષ્ટિ ઝાંખી, જડ બની જતાં દૂર દેખાય તીર; પાસે આવ્યું સ્થલ તદપિ તે મેં નહીં કાંઈ જાણ્યું, શુદ્ધિ માંહી મુજ મન પછી અપ્સરાએ જ આણ્યું.