પૃષ્ઠ:Purvalap1.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જ્યાં હું આંખો ઉગાડીને ઊતરું છું વિમાનથી, અરે રે, હાય! એમાંનું મારી સામે જરા નથી. નીચે ઊંડો શ્રુતિપથ થકી ઊતરીને ફરે છે; ઝીણો મીઠો વિરલ સ્વર, એ ચિત્તમાં શું કરે છે? ક્યાં એ સર્વે અજબ રચના આંખની જાય ઊડી? એની કેમે ખબર ન પડે શોકમાં જાઉં બૂડી! કેની પાસે હતું જાવું અપ્સરા કોણ એ હતી, એ વિચાર વિશે મારી હજી મૂંઝાય છે મતિ. જાણું છું કે સ્વર અજબ એ હું જરા ઓળખું છું, તોયે શાંતિ નહિ હૃદયને થાય એવો જ હું છું; ઝાઝાં વર્ષો પર શ્રુતિપથે જે પડયો હોય, હાય! એનો એ છે — ખચિત જ — સખે, એમ શાથી જણાય? સ્વપ્ન અદ્ભુત એ મારું લંબાયું હોય જો કદા, સર્વ નિશ્ચલ થાતાં તો સંતોષી ર્હેત સર્વદા. રે! હું ક્યારે ફરી નયનથી સ્વર્ગગંગા નિહાળું! જ્યોત્સ્ના તો એ ટળી ગઈ — થયું પાસ અંધારું કાળું. દુર્ભાગી હું શયન પરથી હાય! નીચે પડું છું; પાછું આવે નહિ તદપિ તે સ્વપ્નને હું રડું છું. જાણું છું નામ હું તોય જણાવું કેમ આપને, અનુમાન જ હોવાથી બહુ સંદેહ ર્હે મને.