પૃષ્ઠ:Purvalap1.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩. મારી કિસ્તી Previous Next

નવ સૂઝે ઉપાય કૈં : ડોલાય મારી કિસ્તી! આવા તોફાનમાં જરૂર, ડૂબશે મારી કિસ્તી!

ભવસમુદ્ર છે સખત : બચે જો હો લખ્યું લખત : સહસા તોયે આ વખત, ઝુકાવી છે મેં કિસ્તી!

અજાણ્યો છું જોકે, અગર નથી દીઠું બીજું નગર : વિચાર કૈં કર્યા વગર, ઝુકાવી છે મેં કિસ્તી !

અન્ય દશા જોઈ ડરત : ધીમે ધીમે ગતિ કરત : પણ અરે! આ તો તરત, ઝુકાવી છે મેં કિસ્તી!

દેખી નહીં શકું ચંદર : કેમ દેખું ત્યારે બંદર : મોજાં તોફાનીની અંદર, ઝુકાવી છે મેં કિસ્તી!

સફરનો હતો ચરસ : ગણતો’તો ઘણી સરસ : દીસો ઘણાં થયાં વરસ! ઝુકાવી છે મેં કિસ્તી!

નવ સૂઝે ઉપાય કૈં : ડોલાય મારી કિસ્તી! આવા તોફાનમાં જરૂર, ડૂબશે મારી કિસ્તી!