લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રસતરંગ:૧૧૭
 

રસેન્દુ : નહિ, નહિ, તું રિસાય એ તો હું ક્ષણભર પણ ન સહી શકું. જીવન ખાલી ખાલી બની જાય છે  !

[ પાસે આવી યુવતીને ખભે હાથ મૂકે છે. લીલા રસેન્દુના હાથને ખસેડતી નથી. ]

લીલા : ખસી જા, દૂર! મને અડવાની જરૂર નથી !

રસેન્દુ : મને એ સિવાય બીજી જરૂર જગતભરમાં દેખાતી નથી.

[ હાથ પકડે છે. લીલા પોતાનો હાથ પકડવા દે છે. ]

લીલા : હં !

રસેન્દુ : તું કહે તો તારે પગે પડું !

[ ઘૂંટણ ઉપર બેસી જાય છે – યુવતીનો હાથ પકડી રાખીને ]
હજી પ્રસન્ન નહિ થાય ?

લીલા : ( સહજ હસીને) પણ કોણે કહ્યું કે હું પ્રસન્ન નહિ થાઉં ? આમ પગ ન પડ...જેને તેને !

રસેન્દુ : ( યુવતીના બન્ને હાથ પકડીને ઊભો થતાં) જેને તેને પગે કદી ન પડું...તારે જ પગે–માત્ર !

[ અદૃશ્ય અટ્ટહાસ્ય સંભળાય છે ]

લીલા : ( હાથ છોડી દઈને ) કોણ આટલું બધું હસે છે?

રસેન્દુ : અને શા માટે? કોને હસે છે?

[ હાસ્યરસનો અધિષ્ઠાતા ગણ પ્રમથ વિચિત્ર વેશ ધારી, વિચિત્ર નૃત્ય કરતો, હસતો હસતો પ્રવેશ કરે છે ગાતાં ગાતાં ]

પ્રમથ :

[]

માનવ કહું ? કે વિચિત્રતાનું
 અદ્ભુત સંગ્રહસ્થાન


  1. ૧. સારંગ