પહેરાવો! પુકારો મારો જય ! હું જનતાજનાર્દનનો નમ્ર સેવક છું.
માલિની : કિંમત આપ, અને પછી માળા પહેર. અગર કોઈને કિંમત આપી પહેરવવા માટે આદેશ આપ.
સેવક : કિંમત ? મારી સેવાની કિંમત ? એની કિંમત કોઈ આંકી શક્યું નથી...
માલિની : જેની સેવા કરી હોય તેને ત્યાં જા. અહીં તો ચોખ્ખું સાટું છે.
સેવક : મારી સેવા ઈશ્વર જેટલી વ્યાપક છે.
માલિની : તે ઈશ્વર તને બદલો આપશે; ધનપાળ નહિ. આ તો ધનપાળની વાડી છે !
સેવક : તે હું ધનપાળની પણ સેવા કરીશ...પરોક્ષ રીતે કરું છું.
માલિની : તે ધનપાળ જાણે. અત્યારે તો વગર કિંમતે માળા નહિ મળે...
સેવક : એમ ? ધનપાળને એવડું ગુમાન છે ? હું ભાષણ કરીશ, લેખ લખીશ, વ્યંગચિત્રો દોરીશ અને ધનપાળની જિંદગી ઝેર...
[ ધનપાળ ઝડપથી આવે છે]
ધનપાળ : હઠો ! ખસો ! ખસો ! મારી ખરીદેલી પુષ્પસૃષ્ટિમાં આ ધાંધલ શું? શાંત રહો ! રાજન પધારે છે...
સેવક : શાંત રહે એ બીજા! સેવક શાંત કદી નહિ રહે !
ધનપાળ : પણ છે શું ? ધાંધલ કેમ કરે છે?
સેવક : ધાંધલ કરવી એ અમારી સેવાનો ધર્મ છે! મને માળા આપ ! ત્યાં સુધી હું શાંત પડીશ નહિ.
ધનપાળ : મફ્ત માળા નહિ મળે.
સેવક : બદલામાં હું સેવા આપીશ...અને હું તો...
ધનપાળ : જોજે હો ? ( માલિનીને ) નાખ એને ગળે એક ઝાંખરું ! ... કોઈ દિવસ કામનો છે..એનું ધાંધલ એ એની કિંમત.