લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬:પુષ્પોની સૃષ્ટિમાં
 

| માલિની સેવક ઉપર માળા ફેંકે છે. માલિની સિવાય બીજાં બધાં ચાલ્યાં જાય છે. પ્રકાશ ઓછો થાય છે એકાએક પુષ્પો, પર્ણો સુકાતાં જાય છે પાણીની ઝારી લઈ માલિની જલ સિંચન કરે છે.]

માલિની : પુષ્પો કેમ જળ લેતાં લાગતાં નથી ?

[ યુવતીઓ અને બાલિકાઓનું એક ટોળું આવે છે]

આજે હવે કોઈને પુષ્પ મળશે નહિ !

૧ યુવતી : કારણ ? હજી બધાં પુષ્પ ચૂંટાયાં નથી.

૨ યુવતી : અને તું અમને ના પાડનાર કોણ ? તારો તો ધર્મ છે કે પુષ્પના પુંજ ઉગાડવા અને વેરવા.

માલિની : ( હસીને ) એ ધર્મ આજથી બદલાઈ ગયો. હવે પુષ્પો વેરાય એમ નથી. હવે તો એકેએક પુષ્પ ગણવું પડશે, અને તેની કિંમતનો હિસાબ આપવો પડશે.

૩ યુવતી : પુષ્પ ગણવાં પડશે ? એ પાર કેમ આવશે ? અને ગણીને તું કરીશ શું?

માલિની : એને હવે વહેંચવાનાં નથી – વેચવાનાં છે.

૧ બાલિકા : એટલે ? સમજ ના પડી.

માલિની : જો તારે આ ચંપાકળી લેવી હશે તો એના બદલામાં કાંઈ આપવું પડશે.

૧ બાલિકા : હું શું આપું? મારી પાસે શું છે?

માલિની : બદલામાં અનાજ મૂકી જા, ફળ મૂકી જા, પશુપક્ષી આપતી જા, હીરામોતી આપ કે.. કે... પૈસા આપ.

૨ બાલિકા : પણ એ બધું શા માટે? કોને માટે ? તું કરીશ શું એ બધું લઈને ?

માલિની : તે તો મને ખબર નથી. પણ પેલો ધનપાળ કહી ગયો