લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬:પુષ્પોની સૃષ્ટિમાં
 

વ્યવસ્થિત પાણી આપતાં જલાશયો આપણાં સાચાં મંદિર ! તું કહેતો તેમ !

મુસાફર : જરૂર. અને અમારી ગુજરાતી ભાષાએ તો પાણીને બહુ સાચો અર્થ પણ આપ્યો છે. પાણી એટલે ચમકતું, ઝળકતું, જીવતું જીવન ! શિથિલતા, દારિદ્રય, રોતલપણું, માંદગી, ભીરુતા હોય ત્યાં પાણી ન હોય. માનવી પાણીદાર જોઈએ; જાનવર પણ પાણીદાર જોઈએ; શસ્ત્ર પણ પાણીદાર જોઈએ... પણ આપ કોણ છો ? વાવમાં સંતાઈ અદૃશ્ય રહી શા માટે બોલો છો?

અદૃશ્ય અધિષ્ઠાત્રી : વાવમાં કોણ સંતાય ?

મુસાફર : ચોર, ડાકુ કે બહારવટિયા.

અદૃશ્ય અધિષ્ઠાત્રી : એમાંથી હું કોણ હોઈશ ? કરી જો કલ્પના.

મુસાફર : આપ ચોર, ડાકુ કે બહારવટિયા જેવાં લાગતાં નથી. એ હો તો આમ ખુલ્લી વાત ન કરો. વળી આપનો કંઠ સ્ત્રીનો કંઠ લાગે છે.

અદૃશ્ય અધિષ્ઠાત્રી : સ્ત્રીઓ ચોર, ડાકુ કે બહારવટિયેણ ન બની શકે એમ તું માને છે? અને સ્ત્રી પુરુષને સરખા હક્ક આપતા આ યુગમાં ?

મુસાફર : હું ચોર કે ડાકું બનવાના સ્ત્રીપુરુષના સમાન હક્ક કબૂલ રાખુંં છું... પણ..મોટે ભાગે સ્ત્રીઓની ચોરી કે બહારવટાં જરા જુદા પ્રકારનાં હોય. વળી તમારો કંઠ ચોર જેવો લાગતો નથી.

અદૃશ્ય અધિષ્ઠાત્રી : ત્યારે કેવો લાગે છે ? ચોર, ડાકુ કે બહારવટિયા સિવાય બીજું કોણ અહીંં સંતાય ?

મુસાફર : એ સિવાય તો...વાવમાં...કદાચ... જુગારી... પ્રેમીઓ સંતાય ...પણ....

અદૃશ્ય અધિષ્ઠાત્રી : હું તો અહીં એકલી જ છું. અને પ્રેમની વાત કરનાર બેશરમ માનવીઓને ખબર છે કે પ્રેમ કઈ વયમાં હોય ?

મુસાફર : અરે, ગધાપચ્ચીસી પહેલાં જાગતો પ્રેમ પચાસે પહોંચતાં