લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલખી વાવ:૫૫
 

નિર્બળ ન જ બનાવાય. કહો, શાહ સલામત ! પછી આપે શું કર્યું ?

ઝફરખાન : એટલે મને પ્રજાના આગેવાનોએ, સરદારોએ અને લશ્કરે વિનંતિ કરી કે મારે રાજિચિહ્નો ધારણ કરવાં અને ગુજરાતના રાજ્યની લગામ હાથમાં લેવી.

મુસાફર : પણ તમે દિલ્હીના સૂબા રહીને એ બધું કર્યું હોત તો ? વફાદારી સચવાત ને ?

ઝફરખાન : તમે એ મધ્યયુગના હિંંદને અને ગુજરાતને જોઈ શક્યા હોત તો એ પ્રશ્ન ન પૂછત. ત્યારે પ્રજામાં રાજચિહ્નની કિંમત હતી, રાજગાદી અને રાજદેહ પૂજનીય હતાં, અને દિલ્હી એવું દુર્બળ બની ગયું હતું કે એને ન હતા કાન, ન હતી આંખ, ન હતા હાથ અને ન હતા પગ. ન ત્યાં કોઈ હકીકત સાંભળે કે ન કોઈ હુકમ આપે, એવા અંધેરમાં કોઈએ તો દીવો પ્રગટાવવો રહ્યો ને? કાલપુરુષનું હું સાધન બન્યો, મેં સલ્તનત સ્થાપી અને મારી રચેલી સલ્તનત દ્વારા મેં ગુજરાતને જગજાણીતું કર્યું. જાણો છો, મુસાફર ! કે ત્યારે દિલ્હિીની સલ્તનત જુવાર-બાજરીના ઢગલા ઉપર તખ્ત માંડતી, જ્યારે ગુજરાતનું સિંહાસન હીરામોતીના ઢગલા ઉપર મંડાતું.

મુસાફર : ગુજરાતની સલ્તનન એક રસિક વાર્તા છે એમાં સંશય નહિ. પણ નામવર સુલતાન ! કદી કદી જુવાર-બાજરી હીરા-મોતીથી પણ વધારે કિંમતી બને ખરી, હો !

ઝફરખાન : જુવાર બાજરી વગર હીરામોતી આવે જ નહિ, પહેલાં જુવાર-બાજરી...પછી હીરામોતી. આબાદી હોય તો જ રૌનક. સાચો હીરો અટલે ભર્યાં પૂર્યાં ધાન્ય નિહાળવાનો દીવો. મારું ગુજરાત તો બંને આપે એવું છે -જો બરાબર માગતાં આવડે તો.

મુસાફર : આબાદીના સાચા પ્રયત્નોની આ નવલખી વાત એક સબળ