લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શક્તિસંભવ:૬૯
 

[ પુરુષ અને સ્ત્રી બન્ને દોડી તેની પાસે જાય છે. જતાં બરાબર અટકી જાય છે.]
કેમ અટક્યા......?

પુરુષ : એ સત્તા ! એનું મોટામાં મોટું સ્વરૂપ રાજસત્તા!એના પડછાયામાં હું વેર, ઝેર, ખૂન, યુદ્ધ, શોષણ અને ભક્ષણ જોઈ રહ્યો છું. તમને કાંઈ દેખાય છે?

સ્ત્રા : અરે, હા ! ગુલામી...સ્ત્રીઓનાં બજાર...ભૂમિ ઉપરના રક્ત રેલા, વિધવાનાં આંસુ, માતાનાં રુદન અનાથોનાં કલ્પાંત અને કેટકેટલી દુઃખશ્રેણી હું જોઉં છું.....સાંભળું છું.

[ શબ્દોને અનુરૂપ મૂક દૃશ્યો રચાય છે. ]
અરે, અરે! આ જગતમાંથી સત્તાનો લોપ કરો. માનવીનાં સુખ સત્તા નીચે કચરાઈ રહેલાં છે ! સત્તા એ શક્તિ નથી, મોહિની છે, વિષ વેરની ડાકિની છે...શાકિની છે. સુખ વર્ષાવતી સાચી શક્તિ ક્યાંય સંભવશે ખરી ?

પુરુષ : પણે શાન્તિનું વાતાવરણ દેખાય છે. ચાલો ત્યાં સુખ શોધીએ.

સ્ત્રી : હા, પરમ સુખ... પરમ શાન્તિ ત્યાંથી જડશે. કેવો સરસ તુલસીક્યારો ! આ રુદ્રાક્ષની માળા હું પહેરું. અકીકની માળા તમે પહેરો. અને આ સુંદર ધવલ સુંવાળી ભસ્મ આપણે લગાવીશું કે ચંદ્રરંગી ચંદનનું તિલક કરીશું ?

[તુલસીક્યારો, રુદ્રાક્ષ, અકીક, ભસ્મ અને ચંદન પડેલાં દેખાય છે. તેનો સ્પર્શ કરવા જતાં ભય પામી ]
ઓ મા !

પુરુષ : પણ શું છે? ભય પામવાનું કારણ ?

[તે પોતે રુદ્રાક્ષને અડકી ફેંકી દે છે. ]
આ તો શયનાનની કરામત ! એને અડકવા બરાબર હું ક્રૉસ,