અમીરસ નવ તો યે સીંચ્યા આજ-
વહી રહ્યાં અધારાં.
ધનના હિમગિરિ કો ઘડતાં—
ગરીબોના કૂબા પડતા,
ધનધાન્ય છતાં સહુ રડતાં આજ
વહી રહ્યાં અંધારાં.
ચંદા : મને એમ થાય છે દુનિયાના બધા ય ભિક્ષુકોને મારા ભેગા રાખું.
વીજળી : આટલાં આવી ગયાં એ ઓછાં છે? એના કરતાં એવું કાંઈ કરો ને કે દુનિયામાં ભીખનું નામ જ ન રહે !
ચંદા : હું એ જ શેાધું છે. પણ એ બંને શી રીતે?
વીજળી : મને તો એક જ રસ્તો લાગે છે.
ચંદા : શો?
વીજળી : બધા ચ પૈસાવાળા એક વાર ઝૂંપડીમાં રહેતા બની જાય !
ચંદા : એના કરતાં બધા ય ગરીબો બંગલામાં રહેતા બની જાય તો ?
વીજળી : પણ એ કેમ બને ? આ બંગલો જ લો ને! કેટકેટલી ખેતી ભાંગીને આ બંગલો બાંધ્યો છે? માળ ઉપર માળ અને તેના ઉપર માળ ! એક ઓરડો બેસવા માટે ! એક ઓરડો સૂવા માટે ! એક ઓરડો નહાવા માટે ! એક ઓરડો કપડાં માટે ! લખવા માટે જુદી જગા ! વાંચવા માટે જુદી જગા ! ગાવા માટે જુદો ખંડ ! ખાવા માટે જુદો ખંડ ! ગંજીફો રમવા માટે ઇલાયદી જગા વગર ચાલે જ નહિ! બધા ય આ ચાળે ચઢે તો ધરતી ઉપર હાલવા ચાલવાનો માર્ગ પણ ન રહે...
ચંદા : વીજળી ! હુજી તને સુખમય, કલામય, આનંદમય જીવનનો સ્પર્શ થયો નથી. એ સ્પર્શશે એટલે તને પણ ગામડે