પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ચૌદમું

૧૦૪


ને શૂદ્રોને જગાડશો તો શૂદ્રો તમને જ ખાઈ જશે. ક્ષત્રિયોએ ટકવું હોય તો બ્રાહ્મણોનું વર્ચસ્વ સાચવી રાખે. ભૂવા હશે તો દેવ ટકશે.'

'પણ ક્ષત્રિયો ખૂટી ગયા છે તે તો વિચારો. પાદશાહતનો દાવાનલ તસુએ તસુ ધરતી ભસ્મ કરતો આવે છે. તેની સામે કોણ ઊભશે દેવસ્થાનાં ટકાવવા ? બ્રાહ્મણો !'

'બ્રાહ્મણોનો એ ધર્મ નથી. તલવાર તો બ્રાહ્મણોએ તમને સોંપી છે.'

'અમારી સંખ્યા ખૂટી છે, દાનત બગડી છે, કહું છું ગૌડ ! કે શૂદ્રોની તલવારને તમારી રક્ષાથે સ્વીકારો.'

'અબ્રહ્મણ્યં.'

'તો બધું યાવનં યાવનં બનશે.

'એ ભય અમને નહી, તમને છે.'

'તમને નહિ ?'

'ના, અમે તો જે સત્તા આવશે તેની રક્ષા હઠળ મૂકાઈ જશું.'

'દ્રવ્ય દઈને ?'

'હા, તે પણ દેવું પડે.'

'તે લખલૂટ દ્રવ્ય દેતાં ય ગઝનવી જ્યોતીર્લિંગના ટુકડા કરતો અટક્યો હતો ?'

'ગઝનવીની વાત તમે સમજતાં નથી. ગઝનવી તો પૂર્વાતારમાં શંભુનો ગણ હતો. શિવ તો સ્વેચ્છાથી એની સાથે ગયા છે. એની નિંદા ન કરો.'

આવી માન્યતા પૂજારીઓએ ચાલવી હતી, ને ચાર સૈકાથી