પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પંદરમું

૧૧૦


પુરાતન યુગ રા'ની નજરમાં પાછો સજીવન થયો. દ્રોણ ગુરુએ શુદ્ર કહી તરછોડેલો એકલવ્ય જે ઠેકાણે ગારાની ગુરુ-મૂર્તિ માંડીને અજોડ બાણાવળી જોદ્ધો બન્યો હતો તે જ કહેવાતું આ ઠેકાણું હતું.

પાંચ હજાર વર્ષ પહેલાંના એક બ્રાહ્મણાચાર્યે પણ શૂદ્રને તિરસ્કારેલો, અને ઉપર જાતાં એનો અંગૂઠો ગુરુદક્ષિણામાં છેદાવી લીધેલો. એની જ બિરદધારી આ જાતિ હતી. પાંચ હજાર વર્ષે ય શંભુના પુરોહિતો શું એની એજ આભડછેટ સાચવીને બેઠા હતા ! આભડછેટ નહોતી ફક્ત આ શંભુને પોતાને, દેવાધિદેવને, સ્મશાનના સ્વામી મૃત્યુંજયને, જીવનના સૌંદર્યગામી વિરાટ નટરાજને...

નટરાજની ઉપાસના રા'એ આ જંગલવાસી નરનારીઓના સહિયારા નૃત્યમાં નિહાળી. અન્ય કોઈ વેશે નહિ ને ભીલાંરાણીના વેશે ભોળો શિવ શીદ મોહાયા તેની આંહી પ્રતીતિ દીઠી. હિન્દવો દેવ દિવાનો નહોતો. વિષયભોક્તા કામાતૂર નહોતો. ચાહે તેવા જંગલી ફૂલે અને ઝરણ-જળે તુષ્ઠમાન રહેનારો એ પરમ પુરુષ કોઇને અપ્રાપ્ય નહોતો. હજારો શિવલિંગો ભલેને તૂટી ચૂક્યાં, હજારો કદાચ તૂટશે, સોમનાથનાં છિન્ન શિખરો પાછાં કદાચ નહિ ચડે, તોયે શંભુની ઉપાસના ક્યાં થોભવાની છે ! મહાકાળનો વિલય ક્યાં શક્ય છે? કંકર એટલ શંકર કહેતી ખોટી નહિ પડે.

રા'ને ભેટ ધરવાનો સમય થયો. ગીરના મધના ઘડેઘડા આવ્યા, સિંહચર્મ, વાઘચર્મ અને મૃગચર્મોની થપ્પીઓ ખડકાઈ ગઈ. ચણોંઠીઓની રાતીચોળ ટોપલીઓ હાજર થઈ, અને પહાડોના કાળમીંઢ પથ્થરોમાંથી ઝરનાર રસના બનેલા ગુંદર શિલાજીતની સોગાદ થઈ.

એ સૌની વચ્ચે ભીલકુમાર પોતાની બગલમાં બે નાનાં સિંહબચ્ચાં