પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ વીસમું

૧૪૪

લોકોનાં ટોળેટોળાં જમા થયાં. તેમણે સુલતાનની ગાંડી ચીસો સાંભળી :' તારાજ કરો. રસુલાબાદને તારાજ કરો.'

એ ફરમાનને ઉઠાવી લેવા એક પણ આદમી આગળ ન આવ્યો.

'ફિકર નહિ. હું પોતે તારાજ કરીશ.' એમ કહીને એણે રસુલાબાદ પર ઘોડો દોડાવી મૂક્યો. એના હાથમાં એક તલવાર હતી.

એ તલવાર કોની હતી? કોણે આપી હતી? ક્યારે આપી હતી? સુલતાનને આ ભાન રહ્યું નહોતું. એ સમશેર ખુદ શાહઆલમની જ હતી. હજુ બે વર્ષ પૂર્વે પોતે જ્યારે શાહઆલમની મદદ મેળવીને માળવાના શત્રુ મુહુમ્મુદ ખીલજી પર ચડેલો, ત્યારે એણે શાહઆલમ પાસેથી આ તલવાર માગી હતી. શાહઆલમે ના કહી હતી : 'સુલતાન, દરવેશોની તલવાર, દંડ અને હરકોઈ વસ્તુ સજીવન હોય છે. ને તમે રાજા છો. રખેને તમારાથી એવું કાંઈ બને કે જે દરવેશોને લાયક ન હોય. તે વખતે આ તલવાર તમને નુકશાન કરશે.' પણ સુલતાને પગે પડી, આજીજી કરી, 'આપ જેવા મારા ગુરુની તલવારને હું લાંછન નહિ લગાડું' એમ ખાત્રી આપી એ તલવાર મેળવેલી હતી. એ તલવારથી પોતે વિજય મેળવ્યો હતો. પણ એજ તલવારને આજે એણે દુષ્કૃત્ય આચરવા વીંઝી.

શાહઆલમ તો પોતાના રસુલાબાદના થાનકમાં ખામોશ રાખી બેઠા હતા. એને તો ખાત્રી હતી કે મોતનો પ્યાલો પીતે પીતે મોટો સુલતાન પોતાના વંશ વારસને શરાબથી દૂર રહેવાની જે ગાંઠ વળાવી ગયો હતો તે ગાંઠને છેદી નાખવાની નાદાની કરનાર આ શરાબખોર સુલતાન પોતે જ પોતાનું મોત નોતરી રહેલ છે. એ ધારણા તે દિવસે જ સાચી પડી. કોને મારવું કોને ન મારવું એનું ભાન હારી બેઠેલે કુતુબશાહે પોતાને રસુલાબાદમાં સામા મળનાર એક ગાંડા ઊંટ