પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ એકવીસમું

૧૫૪


'હવે એ વાત જાવા દઈએં બાપા ! જેટલી ખબર હોય છે એટલી બધી કાંઇ કહી નથી શકાતી. ને કેટલીક વાતોનું અજ્ઞાન પણ ભલું છે.' નાગાજણે કાંઇક છુપાવી દીધું.

'તમે ય નાગાજણ ભાઇ ! મારાથી ચોરી રાખશો ?'

'ચોરી નહી રા' ! બધું જ્ઞાન બતાવવું ઠીક ન કહેવાય, હું પગે હાથ મૂકીને કહું છું કે વાતને જતી કરો.'

'ના, મારે કાંઇ બીજું કામ નથી. પણ સંસારમાં જેટલું જ્ઞાન છે, તેટલું મેળવવાની મને ભૂખ છે. તમારી પાસેથી મને તો જ્ઞાનના ખજાના મળ્યા છે.'

વાતો ચાલતી હતી તેની સાથોસાથ નાગાજણ પોતાની અંજલિઓ પછી અંજલિઓ કસૂંબાથી ભરતો જતો હતો. રા' અંજલિઓ પીધે જતો હતો અને નાગાજણ રંગ દેતો દેતો બોલતો હતો.

'બિલ્લી જો પીવે તો બાઘહીકું માર દેવે
'ગદ્ધા જો પીવે તો મારે ગજરાજકું'

'આહોહો !' રા' રંગમાં આવ્યા હતા : 'સંસારમાં જાણે આ પીધા પછી દુઃખ કે વેદનાનો છાંટો નથી રહેતો. ફિકર બધી ઓગળીને આ અંજલિમાં ડૂબી જાય છે. મે'ણાં ને ટોણાં, અપમાનની ઝડીઓ અને ઠપકા...... એ તમામનો બોજ શે સહ્યો જાત, જો નાગાજણ ભાઈ તમે ન હોત તો !'

રા'ની આંખો ઘેઘૂર છતાં એના અવાજમાં દર્દ હતું. નાગાજણે પૂછ્યું 'બાપ, કેમ આજ આમ બોલી રહ્યા છો? "

'કાંઈ ગમતું નથી. કુંતાદે ઠપકો દઈ ગયાં, પણ મને બીજું કાંઈ સૂઝતું નથી. તમારો શો વાંક ? મને જ કોઈક અદૃશ્ય હાથ