પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ચોવીસમું

૧૮૦

'કેદારો તો મારો શ્વાસ છે. ધરણીધરજી, કેદારો રાગ તો મારી નાડીઓનું રૂધિર છે.'

'જુવો, વિચાર કરી જુવો ભક્તજી ! હું કંઈ સોનું રૂપું, કે માલ મતા કશું ય માગું છું ? હું તો માગું છું એક જ રાગ ન ગાવાની બંધણી - જેની ફૂટી બદામ પણ કોઈ બીજો વેપારી ન આપે.'

'આવી બંધણી ! મારું ગળું ટુંપવું છે શેઠજી ! પછી હું મારા વાલાજીના કાલાંઘેલાં કઇ રીતે કરીશ ? મારા શામળાને શી રીતે રીઝાવીશ ?'

નરસૈયો ભકત તળાજામાં અગાઉ ઘણી વાર આવેલો. ધરણીધર શેઠની દુકાને લેણદેણ, ઉપાડ કાયમ રાખતો. પણ આટલાં વર્ષમાં કોઈ દિવસે ધરણીધરે નરસૈયાના મોં પર આવો ઉશ્કેરાટ નહોતો હોયો. સદાકાળ નિજાનંદે મસ્ત રહેનાર નરસૈયો એકના એક પુત્ર શામળશાના મોત સામે પણ હસતો રહેલો. એ હાસ્યને બદલે, આ વખતે એના મોં ઉપર વેદનાનાં ગૂંચળાં ઘૂમવા લાગ્યાં. કાનના મૂળ સુધી એના ગાલ લાલ લાલ બની ગયા. આંખોના ડોળાએ સ્થિરતા છોડી ઘૂમાઘૂમ માંડી. ને વિફરી ગયેલા અવાજે એણે કહ્યું : 'કેદારો ગાવાનું છોડું ? શું કહો છો શેઠ ? કેદારો સાંભળવા મારા શ્રીહરિ તલખે, તે વારે હું એને બીજા કયા રાગે - બીજા કયા સૂરો વડે ફોસલાવી શકું? મારો વાલોજી રોજની થાળી શે આરોગશે કેદારો સાંભળ્યા વગર ? મારા બાળગોપાળને પારણીયે નીંદર કેમ ઊડશે કેદારાના પ્રભાતી સૂર કાને પડ્યા વગર ? મારા કૃષ્ણ ગોવાળીઆને ધેનુનાં ધણ ઘોળીને ચારવા જાવું કેમ ગમશે એ કેદારો સાંભળ્યા વગર? કાળંધરીના ઘૂનામાં કાળીનાગ ગાયોને પીવાનાં જળકમળ ઝેર ઝેર કરે છે તેને વાલોજી નાથશે શી રીતે કેદારો સાંભળ્યા વગર ? મારા દામોદરરાયને કેદાર સાંભળ્યા વગર