પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ બારમું

૮૬


આ વેણ અણધાર્યું ઉચ્ચારાઇ ગયું. કુંતાદેના પેટમાં રા'ના આ બોલથી ફાળ પેઠી. એને પહેલી જ વાર ભાન થયું કે રા'ની ને પોતાની વચ્ચે શેર માટીની ખોટ જ થોડુક અંતર રોકી રહી છે. આ વેણનું જાણે અંતરમાં એક ધારૂં પડ્યું.

રસ્તે જતાં સાંજે એક જર્જરિત બુઢ્ઢો, નખશીખ નગ્ન, અને વાળ દાઢીના વધેલાં ભીંસરવાળો, ચીસેચીસ પાડતો રા'ના રસાલાની આડેથી ઊતરીને ઝાડીમાં સંતાઈ ગયો. રા'ને બુઢ્ઢા ચોકીદારોએ ઓળખાણ પાડી: 'બાપુ, એજ મર્હુમ મોટા રા'નો દસોંદી ચારણ ભૂથો રેઢ. ગાંડો થઇને મલક પાર ઊતરી ગએલો. ઘણાં વર્ષે પાછો દેખાણો. હજુ ય એના અંગ ઉપર લૂગડું એકે ય રહેતું નથી. ભડકો થઈને સળગી જાય છે.'

'કેમ ભલા ?'

'ઘરની બાયડીને સંતાપી હતી. દેવીનો કોપ થયો.'

'એનો કોપ આપણું ગંગાજળ કે આપણા સોમનાથ ન ટાળે ? એને ઝાલીને લઇ જાઈએ.'

હવે એ ઝલાય નહિ. વાંદરા જેવો છે. ક્યાંનો ક્યાં નીકળી જશે હમણાં.'

એ નગ્ન માણસની કીકીયારીઓ રા'નાં કાનમાં પડતી હતી. સ્ત્રીને સંતાપવાથી મળેલા એ નતીજા પર રા'નું મન વિચારે ચડી ગયું.

'એની સ્ત્રી કોણ ?'

'નાગબાઈ નામે ઓળખાય છે. આપણા મોણીઆ ગામની અંદર રહે છે. બીજું ઘર કર્યું છે. પણ નવો ઘરવાસ નથી ભોગવ્યો. આગલા