લખાણ પર જાઓ

પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



રાજકાર્યોના મંત્ર સમયે બહેરાં, મૂંગાં, આંધળાં, લૂલાં, પાંગળાં, માંદાં, ઘરડાંખોખરાં અને સ્ત્રીઓ એ સહુને દૂર રાખવાં, કેમકે તેઓ છાની વાત ફોડી દે છે, અને સ્ત્રીઓમાં એ ખામી વિશેષ હોય છે.[]
સાવિત્રી : એ તને ખરું લાગે છે?
વંજુલ : શસ્ત્રમાં કહ્યું એટલે અક્ષરેઅક્ષર ખરું. એમાં મને લાગવાનું ક્યાં રહ્યું ?
સાવિત્રી : હું એમ પૂછું છું કે સ્ત્રીઓ એવા અવિશ્વાસને પાત્ર હોય છે એમ તને પોતાનો તારો અનુભવ લક્ષમાં લઈ વિચાર કરતા ખરું લાગે છે?
વંજુલ : મનુ ભગવાને દ્રોહભાવ અને અમૃત એ સ્ત્રીઓના ગુણ ઠરાવ્યા છે, તે પછી મારે વિચાર કરવાની શી જરૂર છે?

[]

કમલા : મનુ ભગવાને તો એમ પણ કહ્યું છે કે સ્વર્ગ દારાધીન છે અને પત્ની વડે પતિને અને પતિના પિત્રોને સ્વર્ગ મળે છે.
વંજુલ : એ તો અર્થવાદની અતિશયોક્તિ છે. હોમ કરતી વખતે છાણાં લાવી આપનાર જોઇએ ને ધુમાડામાં બીજું કોઈ ઊભું રહે નહિ, માટે, એ કામ બાયડીને માથે નાખ્યું; અને તે છાણાં લઈ ત્યાંને ત્યાં હાજર રહે માટે તેને હોમ વખતે પણ ધણી જોડે બેસવાનું ઠરાવ્યું. બાયડી વિના છાણાં આવે નહિ, છાણા વિના હોમ થાય નહિ અને હોમ વિના સ્વર્ગ મળે નહિ માટે, બાયડીને લીધે સ્વર્ગ મળે છે એમ કહ્યું છે. બાયડીઓ પોતાને ધર્મ પત્નીની મોટી પદવી મળે છે એમ સમજી હોમના ધુમાડામાંથી ખસી ન જાય , એ માટે આવાં વચન શાસ્ત્રમાં કહ્યાં છે.
કમલા : કેવું અગાધ પાંડિત્ય ! ધર્મપત્ની એટલે છાણાં આપનારી એ હવે સમજાયું. મનુસ્મૃતિમાં નારીઓની પૂજા કરવાનું અને તેમને રાજી રાખવાનું કહ્યું છે તેનો અર્થ પણ આવો
અંક પાંચમો
૯૭
 
  1. પૃષ્ઠ: ૧૭૮
  2. પૃષ્ઠ: ૧૭૮