પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


जडमूकान्धबधिरांस्तिर्यग्योनन्व योतिगान् ।
स्त्रीम्लेच्छव्याधितव्यङ्गान् । मन्त्रकाले पसरयेत्॥
भिन्द्न्त्यवमता मन्त्रं तैर्यग्योनास्तथैव च ।
स्त्रियश्वैव विशेषण तस्मात्तत्राद्तो थवेत ॥
मनुस्मृति अध्याय ७ , श्लोक १४९-५०

અર્થ: જડ, મૂંગા, આંધળા, બહેરા, (પોપટ મેના વગેરે) પશુપક્ષીઓ, ઘરડા, સ્ત્રીઓ, મ્લેચ્છો, રોગી, અંગહીન (=અંગે ખોડા) એમને મંત્ર (રાજકાર્યોની સલાહ) ને સમયે દૂર કરવા.

કારણ કે, તેઓ અપમાન પામે ત્યારે મંત્રનો ભેદ કરી દે છે. (= મંત્રની ગુપ્તતા ફોડી દે છે); પશુપક્ષીઓ પણ તેમ (કરે છે). અને, સ્ત્રીઓ વિશેષે કરી તેમ જ (કરે છે). તે માટે તેમાં (=તેમને દૂર કરવામાં)યત્નશીલ રહેવું.

● ● ●

शय्यासनमलंकारं कामं क्रिधमनार्जवम् ।
द्रोहभावं कुचर्यां च स्त्रीभ्यो मनुरकल्पयत् ॥
नास्ति स्त्रीणां क्रिया मन्तै धर्मे व्यवस्थिति: ।
निरिन्द्रिया ह्यमन्त्राश्व स्त्रियोनृतमिति स्थिति: ॥
मनुस्मृति अध्याय ९, श्लोक १७, १८

અર્થ: શય્યાનું આસન, અલંકાર, કામ, ક્રોધ, કપટીપણું, દ્રોહભાવ અને નઠારા આચાર, (એ) મનુએ સ્ત્રીઓ માટે કલ્પ્યાં છે.

સ્ત્રીઓને મંત્રોથી (કરવાની જાતકર્માદિ) ક્રિયા નથી એવી ધર્મ (શાસ્ત્ર)માં વ્યવસ્થિત (=મર્યાદા) છે; સ્ત્રીઓ નિરિન્દ્રિય (=ધર્મપ્રમાણ

૧૭૮
રાઈનો પર્વત