આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વીણાવતી : | વિશેષને એ પાત્ર નથી ? |
લેખા : | કુંવારીબા ! આ શું કહો છો ? તમારું ચિત્ત એના તરફ આકર્ષાયું તો નથી ? |
વીણાવતી : | ચિત્તાકર્ષણ એ કાંઈ અનિષ્ટ વસ્તુ છે? |
લેખા : | તમારા આવા વચનથી હું ગભરાઉં છું. જે શબ્દ તમારી આગળ મેં કદી વાપર્યો નથી તેનો હવે ઉચ્ચાર કરીને પૂછું છું કે તમારા હૃદયમાં પ્રેમનો ઉદ્ભવ થયો છે ? |
વીણાવતી : | શબ્દનો ઉચ્ચાર દાબી રાખવાથી ભાવનો ઉદ્ભવ કદી દબાઈ રહ્યો છે? |
લેખા : | હાય ! હાય ! આ તો ગજબ થયો ! |
વીણાવતી : | એમાં ગજબ શાનો ? પ્રેમ એ પુણ્ય અને ઉચ્ચ વસ્તુ નથી? |
લેખા : | પણ, તમારાથી પ્રેમ ન થાય. |
વીણાવતી : | મારાથી પ્રેમ ન થાય ? શું જગતની પ્રેમઘટનામાંથી વિધાતા એ મને બાતલ કરી છે?
[લેખા પોતાની આંખમાંથી આંસુ લૂછે છે.] |
વીણાવતી : | લેખા ! એકાએક આ શું ? |
લેખા : | જગતમાં શું છે તે તમે શું જાણો ? તમે કયે દહાડે આં વાડીમાંથી નીકળીને બહાર જગતમાં ગયાં છો ? |
વીણાવતી : | પ્રેમની પ્રાપ્તિ સાથે જ જગતનો સમાગમ થયો છે; અને મને સમજાયું છે કે આ વાડીમાં છે તે જગત છે. હું અનુભવું છું તે પ્રેમનો પ્રવાહ બધે વ્યાપી રહ્યો છે; તે છતાં તું શા માટે કહે છે કે મારે એકલી આ પ્રવાહથી અલગ રહેવું? |
લેખા : | અરે દેવ ! કહેવાનું આખરે મારે માથે આવ્યું ! હું કહું છું, પણ તમે પહેલાં આં કટારી ઊંચી મૂકવા દો.
[ખીંટીએ લટકતી કટારી લઈને પેટીમાં મૂકે છે. પેટીને તાળું વાસીને કૂંચી પોતાની કેડે ખોસે છે.]' |
૧૩૪
રાઈનો પર્વત