પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭
શ્રીમતી (આદ્રકુમારની પત્ની)



કુળનો છે તેની આપણને લેશમાત્ર ખબર નથી, તો પછી એવા અજાણ્યા પુરુષ સાથે લગ્ન કરવાની હઠ લેવી, એ તારા જેવી શાણી છોકરીને ન શોભે. તું તારો દુરાગ્રહ છોડીને, મનપસંદ બીજા કોઈ વરને વર.”

શ્રીમતી એકની બે ન થઈ. એ પોતાના નિશ્ચયમાં દૃઢ રહી અને કહ્યું: “હું જ્યારે એમને પગે લાગી, ત્યારે મેં એમના પગ ઉપર વીજળીના સરખા ચળકાટવાળી ગજરેખા જોઈ હતી. એવું ચિહ્‌ન બીજા કોઈ યતિને નહિ હોય. એની નિશાની ઉપરથી તમે એને ઓળખી શકશો.” પિતાને હવે પુત્રીની ઇચ્છાને આધીન થવું પડ્યું. શ્રીમતીએ હવે સાધુઓને જમાડ્યા વગર કદી પણ ન જમવાનો નિયમ લીધો. એ દિવસથી દરરોજ અનેક સાધુ એને ઘેર ભિક્ષા અર્થે આવતા. શ્રીમતી એમના ચરણને વંદના કરી શુદ્ધ ભોજન જમાડતી.

બાર વર્ષ વીતી ગયાં. એક દિવસ આદ્રકુમાર મુનિ ભ્રમણ કરતા ત્યાંજ આવી ચઢ્યા. તેનું પૂજન કરતાં શ્રીમતીએ તેને ઓળખી કાઢ્યા અને એકદમ બોલી ઊઠી: “હું પેલા મંદિરમાં આપને વરી ચૂકી છું. તમે તો મારા સ્વામી છો. મને છેતરીને આટલા દિવસ ક્યાં ચાલ્યા ગયા હતા ? હવે તમે ચાલ્યા જશો, તો હું આમહત્યા કરીશ. તમને સ્ત્રીહત્યાનું પાપ લાગશે અને નરકગામી થશો.” રાજાને કાને પણ એ વાત ગઈ અને તેણે પણ આદ્રકુમારને શ્રીમતીનું પાણિગ્રહણ કરવાનીજ સલાહ આપી. આદ્રકુમાર સમજ્યો કે, “આ તો ઘણી વિષમ અવસ્થા છે. દેવતાઓનું વચન ખરૂં પડ્યું છે. કર્મના ફળ ભોગવ્યેજ છૂટકો છે. મોક્ષને આપનારો સંન્યસ્તાશ્રમ છોડીને ગૃહસ્થાશ્રમની જંજાળમાં ફસાવાનુંજ મારા કર્મમાં નિર્માણ થયું હોય એમ લાગે છે. ખેર ! વિધાતાની ઈચ્છા જ પૂર્ણ થાઓ.”

એણે શ્રીમતીની સાથે લગ્ન કરવાનું સ્વીકાર્યું. શ્રીમતીની અભિલાષા આજે પૂર્ણ થઈ. શુભ મુહૂર્તે બન્નેનો પાણિગ્રહણસંસ્કાર થયો. એ નગરના રાજાએ તથા બીજા પ્રતિષ્ઠિત પુરુષોએ આ યોગ્ય દંપતીને આશીર્વાદ આપ્યા.

શ્રીમતી અને આદ્રકુમાર સુખ અને વિલાસમાં જીવન ગાળવા લાગ્યાં. યથાસમયે શ્રીમતીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. એ પુત્રે સ્તનપાન છોડ્યું અને જરાક મોટો થયો, એટલે