પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭
સરયૂબાળા



જેવાં બે અશ્રુબિંદુ ટપક્યાં. રઘુનાથ વિદાય માગીને ચાલ્યો ગયો. જ્યાં સુધી તેનો ઘોડો દેખાતો રહ્યો, ત્યાંસુધી સરયૂ આતુર નયનોથી તેના તરફ જોતી રહી. મનમાં ને મનમાં એ એનાં ઘણાંએ વખાણ કરવા લાગીઃ “અહા ! કેવો સુંદર યુવાન છે! એના પ્રત્યેક અંગમાં વીરતા ઝળકી રહી છે. એની વાત કેવી મીઠી લાગે છે ! કોણ જાણે ક્યારે પાછો એનો મેળાપ થશે?” આવા વિચારોના તરંગથી એનું હૈયું ભરાઈ આવ્યું. ઉદાસ ચિત્તે એ મંદિરમાં ગઈ અને ત્યાં દેવી આગળ પોતાનું હૈયું ખાલી કર્યા પછી સ્વસ્થ થઈને ઘેર ગઈ.

સરયૂ ઘણી જ ગંભીર સ્વભાવની કન્યા હતી. જો કે એ શોક અને ચિંતામાં વ્યસ્ત હતી, તો પણ એણે પોતાના મનની વેદના કોઈને જણાવા દીધી નહિ. વિરહ અને પ્રેમની આગ અંદ૨ ને અંદરજ સળગે છે. એ આગને ધુમાડોયે નથી હોતો, તેમજ એને ઝાળ પણ નથી હોતી; છતાં પણ એ શરીરના લોહી અને પાંસળાં બધાંને બાળીને ભસ્મ કરી નાખે છે.

ઘણા દિવસો સુધી પુત્રીની શોકમગ્ન અવસ્થા જોઈને જનાર્દનને પણ સંદેહ થયો. તેણે કહ્યું: "સરયૂ ! તારી આ દશા જોઈને મારી છાતી ફાટી જાય છે.” સરયૂ બિચારી શો ઉત્તર આપે ? તેનાં નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યાં. એક હિંદી કવિ વાજબી કહે છે કે —

"પ્રેમ છિપાયા ના છિપે, જા ઘટ પરગટ હોય;
જો પૈ સુખ બોલે નહિ, નયન દેત હે રોય.”

બન્ને જણાં રોવા લાગ્યાં. રોવાથી હૃદયનો ભા૨ કાંઈક હલકો થયો, એટલે સરયૂએ શિર નમાવીને લજ્જાપૂર્વક કહ્યું: “ હું ઈશ્વર પાસે પ્રાર્થના કર્યા કરું છું કે, એ રઘુનાથને આ યુદ્ધમાં ફત્તેહમંદ કરે. એ સિવાય મારી બીજી કોઈ ઈચ્છા નથી, ” આટલું કહીને સરયૂ પિતાની પાસેથી શરમાઈને ચાલી ગઈ.

જનાર્દનની પાસેથી વિદાય લઈને રઘુનાથ શિવાજી મહારાજની પાસે ગયો હતો. દિલ્હીના શહેનશાહે એ સમયે રાજા જયસિંહને શિવાજીની સાથે લડવા માટે મોકલ્યો હતો. પંડિત જનાર્દનને રાજા શિવાજીએ મળવા બોલાવ્યો હતો. સરયૂ પણ સાથે હતી. આ યાત્રાથી સરયૂને ઘણો લાભ થયો, કારણકે આ