પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

३–चंदनबाला (वसुमती)

ગલા ચરિત્રમાં જે ધારિણીદેવીનો પરિચય અમે આપી ગયા છીએ, તેજ સતીના ગર્ભમાં તેનો જન્મ થયો હતો. એનું બાલ્યાથસ્થાનું નામ વસુમતી હતું.

શતાનિક રાજાની સાથેના યુદ્ધમાં વસુમતીનો પિતા નાસી ગયો. તેનું કુટુંબ શત્રુના એક સુભટના હાથમાં આવ્યું અને ધારિણીએ પોતાનું શિયળ સાચવવા ખાતર પ્રાણ તજ્યો એ આપણે આગલા ચરિત્રમાં જોઈ ગયા છીએ.

માતાના મૃત્યુથી વસુમતીને ઘણોજ શોક થયો અને તે હૃદયવિદારક વિલાપ કરવા લાગી. એના વિલાપથી પેલા સુભટને પણ દયા આવી. તેના મનમાંથી કામવિકાર જતો રહ્યો અને તેણે વસુમતીને પોતાની બહેન સમાન ગણીને ઘેર રાખવાનું વચન આપ્યું.

સુભટ તો તેને શુદ્ધ દાનતથી પોતાને ઘેર લઈ ગયો હતો, પણ એની પત્નીને શંકા થઈ કે આ સ્વરૂપવતી સ્ત્રીને મારો પતિ ઉપપત્ની તરીકે જ લાવ્યો છે. પોતાના ઉપર શોક્યનું સાલ આવ્યું એ એનાથી સહન થઈ શક્યું નહિ. એણે પતિને ઘણો ધમકાવ્યો અને નહિ માને તો રાજાને ખબર આપવાની બીક બતાવી. પોતાના ઉપર લંપટપણાનો નાહકમાં આરોપ આવશે, એ શંકાથી સુભટ વસુમતીને બજારમાં દાસી તરીકે વેચવા ગયો.

વસુમતી પરમ સ્વરૂપવતી હતી. એવી સૌંદર્યવતી યુવતીને ખરીદવા માટે ઘણા લોકો એકઠા થયા. એમાં અનેક વેશ્યાઓ પણ હતી. તેઓ વસુમતીને માટે ગમે તેટલું મૂલ્ય આપવા તૈયાર હતી. આખરે એક વેશ્યાએ સુભટને મોં માગ્યું મૂલ્ય આપીને વસુમતીને ખરીદી લીધી. વેશ્યાએ તેને પોતાની સાથે જવા કહ્યું ત્યારે રાજકન્યા વસુમતીએ પૂછ્યું: “બહેન ! તમે કોણ છો ?તમારૂં કુળ કેવું છે ? ન્યાતે કોણ છો ?” વેશ્યા વચમાંજ બોલી ઊઠી “તારે મારા કુળને જાણીને શું કરવું છે ? મેં તને ખરીદી લીધી