પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



પણ મહારરાવના આગ્રહથી, સગીર બાળકના વાલી તરીકે રાજ્યનો ભાર ઉપાડી લેવા ખાતર એમને સતી થવાનો વિચાર માંડી વાળવો પડ્યો હતો. પણ મુક્તાબાઈ કોની ખાતર જીવન ધારણ કરે ? એનો તો પુત્ર પણ આગળ ચાલ્યો ગયો હતો. દેવતુલ્ય પતિના દેહની સાથે સતી થવાથી સ્વર્ગલોકમાં એનો મેળાપ થશે, એવો એને હિંદુબાળા તરીકે વિશ્વાસ હતો. આ સંસારમાં થોડાં વરસ જીવવાની લાલચે શા સારૂ એ સુખને તિલાંજલિ આપે ? તેણે સતી થવાનોજ નિશ્ચય કરીને માતાને જણાવ્યું: “મા ! મારે હવે આ સંસારમાં રહેવું યોગ્ય નથી. જેનાં દર્શન વગર હું પળભર પણ રહી શકતી નહોતી, તે સ્વર્ગમાં મારી રાહ જોતા હશે. મારૂં શરીર અહીંયાં છે, પણ મારો જીવ એમની પાસે છે. તમે મારા આ શુભ સંકલ્પમાં વિઘ્ન ન નાખો. તમે જલદીથી મારે માટે સતી થવાની તૈયારી કરો.”

આ હૃદયદ્રાવક શબ્દો સાંભળતાં અહલ્યાબાઈ ગાંડા જેવા થઈ ગયા. થોડી વાર પછી માતા અને મહારાણી, બંને તરીકે એને સમજાવવા માંડ્યું: “મુકતા ! તું મને છોડીને સતી ન થા, તું તારા વિચારને ફેરવ. મારા ઉપર કેટલા બધા ઘા પડ્યા છે ? એ બધા ઘા મારાથી કેમ સહન થશે ? દીકરિ ! મારું કહ્યું માન અને સતી થવાનો વિચાર માંડી વાળ.”

એ સાંભળીને મુક્તાબાઈએ કહ્યું: “મા ! તમારી વૃદ્ધાવસ્થા થઈ ચૂકી છે. દુઃખના ડુંગર તમારા ઉપર તૂટી પડ્યા છે, એમાં શક નથી અને એ દુઃખને લીધે થોડા જ સમયમાં તમે સ્વર્ગ સિધાવશો. એ વખતે હું નિરાધાર વિધવા કોનું શરણ લઈશ ? કોના આધારે મારૂં જીવન ધારણ કરીશ ? મને આ જગતમાં જવાની ક્યાંય પણ જગ્યા નહિ મળે. અત્યારે તો પ્રાણનાથની સાથે જઈશ, તો મારા જીવનનું સાર્થક થશે; પછી મરીશ તો મારી અવગતિ થશે. આ જગતની માયાજાળમાં વ્યર્થ ફસાઈને અધિક દુઃખ ન કરવું જોઈએ. માણસ જેટલો સ્નેહ વધારે છે, તેટલો વધે છે, માટે બહુ મમતા ન રાખવી જોઈએ. જન્મ્યાં છે, તે એક દિવસ જરૂર મરવાનાં છે, માટે મોહજાળને કાપીને મારા કલ્યાણની ખાતર મને સતી થવાની રજા આપો કે જેથી હું ચિરકાળને માટે સતી–લોકમાં જઈને વસું.”

અહલ્યાબાઈએ જ્યારે જોયું કે, મુક્તા કોઈ પણ રીતે પોતાની