પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
રતિસુંદરી



સોંપી દેવાને ઘણી રીતે સમજાવીને આગ્રહ કર્યો; પણ રાજા ચંદ્રે એ દૂતનો ઘણો તિરસ્કાર કરીને ત્યાંથી કાઢી મૂક્યો તથા પારકી સ્ત્રી માગવાનો અવિવેક દેખાડવા માટે તેના રાજા માટે પણ ઘણાં કડવાં વેણ કહ્યાં.

દૂતે જઈને રાજા મહેંદ્રસિંહને બધા સમાચાર કહ્યા. રાજા મહેદ્રસિંહે ક્રોધાવેશમાં આવી જઈને ચંદ્ર રાજાના નગર ઉપર મોટું સૈન્ય લઈને ચડી આવ્યો. ચંદ્ર રાજા પણ લડવા માટે સામે ગયો. બન્ને પક્ષ વચ્ચે દારુણ સંગ્રામ મચી રહ્યો, પણ રાજા મહેદ્રસિંહનું લશ્કર વધારે હોવાથી રાજા ચંદ્રનો આ યુદ્ધમાં પરાજય થયો અને મહેન્દ્રસિંહે તેને જીવતો પકડીને કેદ કર્યો. રાજા કેદ પકડાયાથી તેનું સૈન્ય પણ અસ્તવ્યસ્ત થઈ ગયું, એટલે મહેદ્રસિંહે રાજા ચંદ્રના મહેલમાં પ્રવેશ કરીને રાણી રતિસુંદરીનું હરણ કર્યું અને રાજા ચંદ્રને પોતાની સાથે પોતાના રાજ્યમાં પકડી જઈ છોડી મૂક્યો.

રાણી રતિસુંદરી આ પ્રમાણે પતિથી એકાએક વિખૂટી પડવાને લીધે ઘણી શોકાતુર થઈ. તેનું ચિત્ત રાતદિવસ પતિમાંજ હતું. ગમે તે થાય તો પણ પોતાનું શિયળ સાચવી રાખવાનો તેણે સંકલ્પ કર્યો હતો.

રાજા મહેંદ્રસિંહે રતિસુંદરીને એક ભવ્ય રાજમહેલમાં ઉતારો આપ્યો હતો. એક વખત કામાતુર રાજા મહેદ્રસિંહ રતિસુંદરીના મહેલમાં પહોંચ્યો અને તેને પ્રેમપૂર્વક કહેવા લાગ્યો: “હે નાજુક સુંદરિ! તું જાણે છે કે મેં આ યુદ્ધનો પરિશ્રમ કોને માટે કર્યો હતો ? આજે મારી ઈચ્છા પૂર્ણ થઈ છે. તું મને પ્રાપ્ત થઈ છે. હવે તું મારી રાણી બન અને મારી ઈચ્છા પૂર્ણ કરીને, તારા અને મારા જીવનને સફળ કર.” રાજાનાં આ વચન સાંભળીને રતિસુંદરીને તેને માટે મનમાં ને મનમાં ઘણોજ તિરસ્કાર ઊપજ્યો, જે સૌંદર્યને લીધે પોતાની આ દશા થઇ તે સૌંદર્યને એ મનમાં ને મનમાં હજારો શાપ દેવા લાગી. તેણે આત્મહત્યા કરવા વિચાર કર્યો, પણ પછીથી સાંભરી આવ્યું કે એમ કર્યાથી આ જન્મમાં પતિદેવની સાથે ફરીથી મેળાપ થવાની તો કોઈ પણ આશા નહિ રહે, માટે કોઈ એવી યુક્તિ રચવી જોઈએ કે જેથી મારૂં સતીત્વ પણ અખંડિત રહે અને ભવિષ્યમાં કોઈ દિવસ