પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



આ ચિંતામાં ભવદેવનું ચિત્ત ઘણું વ્યાકુળ થઈ ગયું. એક દિવસ એ આચાર્યની આજ્ઞા લીધા વગરજ આશ્રમમાંથી ચાલ્યો ગયો અને પોતાના જન્મસ્થાન સુગ્રામમાં પહોંચ્યો. ત્યાં આગળ એક ઘરના બંધ કરેલા કમાડ આગળ તે બેઠો. થોડી વાર પછી એક સ્ત્રીએ એક બ્રાહ્મણીની સાથે આવીને મુનિવેશમાં બેઠેલા ભવદેવનાં દર્શન કરીને પુષ્પામાળા તેની પૂજા કરી. ભવદેવે એ સ્ત્રીઓને પોતાનાં માતપિતા, રાષ્ટ્રકૂટ અને રેવતી જીવે છે કે નહિ તે પૂછ્યું. તેમણે કહ્યું: “તે તો ક્યારનાંએ ગુજરી ગયાં.” તેમના મૃત્યુ સમાચાર સાંભળીને ભવદેવે પૂછ્યું: “એમનો પુત્ર ભવદેવ નવી પરણેલી સ્ત્રીનો ત્યાગ કરીને ચાલ્યો ગયો હતો, તે સ્ત્રી તો જીવે છેને ?” એ સ્ત્રી મનમાં ને મનમાં ભવદેવને ઓળખી ગઈ, પણ ખાતરી કરવા સારૂ પૂછવા લાગી: “કેમ મહારાજ ! આપજ ભવદેવ છો કે શું ? આપ અહીં શા સારૂ પધાર્યા છો ?”

ભવદેવે કહ્યું: “હા, હુંજ એ હતભાગી ભવદેવ છું. મારી પોતાની ઈચ્છા નહિ હોવા છતાં પણ મોટા ભાઈના આગ્રહથી મેં સંન્યસ્તવ્રત ગ્રહણ કર્યું હતું. હવે એ મોટા ભાઈ પરલોકવાસી થયા છે. હું હવે નિરંકુશ છું. મારી પ્રિયતમા નાગિલાની શી દશા થઈ છે, તે જોવાને આજે હું અહીં આવ્યો છું.”

વાચક બહેનો સમજી ગઈ હશે કે ભવદેવની સાથે વાર્તાલાપ કરનાર સ્ત્રી નાગિલાજ હતી. આટલાં વર્ષોમાં પતિવિયોગથી તેની મુખાકૃતિ એટલી બધી મંદ થઈ ગઈ હતી કે, ભવદેવ તેને ઓળખી શક્યો ન હતો. પતિને પોતાનો પરિચય આપવા સારૂ એ ધીમે સ્વરે બોલી: “હું જ એ નાગિલા છું, જેને નવવિવાહિત અવસ્થામાં તજીને આપ જતા રહ્યા છો. હે પુણ્યાત્મા ! જરા વિચાર કરીને જુઓ કે મારામાં હવે શું લાવણ્ય રહ્યું છે ? સ્વર્ગના સુખનો પરિત્યાગ કરીને હે સ્વામિ ! હવે તમે મને ગ્રહણ કરશો નહિ. અત્યંત ઘોર નરકમાં નાખનાર વિષયભોગ અને કામવાસનાઓને વશ થશો નહિ. આપના ભાઈએ પ્રપંચ રમીને આપને આ વ્રત ધારણ કરાવ્યું છે, એ વાત ખરી; પણ એમનો ઉદ્દેશ આપનો પરલોક સુધારવાનો હતો. પાપના ભંડારરૂપ મારા આ શરીર ઉપર અનુરક્ત થઈને તમે મૃત ભ્રાતા ઉપરનો પ્રેમ તજી દેતા નહિ. આપ ફરીથી સંસારમાં પડવાનો વિચાર માંડી વાળીને આજેજ પાછા ફરો અને ગુરુદેવના ચરણમાં જઈને તેમની