પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

२४–शीलवती

સન્નારીનો જન્મ મંગળપુરી નગરીના નિવાસી જિનદત્ત શેઠને ઘેર થયો હતો. શીલવતીમાં નામ પ્રમાણે જ ગુણ હતા. પિતાએ ઉંચા પ્રકારનું શિક્ષણ આપી તેની બુદ્ધિને કેળવી હતી. તેની સાથે સાથે તેના હૃદયમાં ધર્મ અને નીતિના ઉચ્ચ સંસ્કાર પણ પાડ્યા હતા. અતિથિસત્કાર, ગૃહરચના આદિમાં પણ એણે વિશેષ પ્રવીણતા મેળવી હતી.

પુખ્ત વયની થયા પછી તેનું લગ્ન જંબુદ્વી૫ના રત્નાકર શેઠના પુત્ર અજિતસેન સાથે થયું હતું. અજિતસેન પણ સુંદર અને સુશિક્ષિત હતો, એટલે આ સંબંધ સર્વ પ્રકારે યોગ્યજ હતો.

શીલવતીએ સાસરે જઈને પોતાના મીઠા સ્વભાવ, આજ્ઞાપાલન તથા કાર્ય કુશળતાથી બધાને પ્રસન્ન કરી નાખ્યાં. રત્નાકર શેઠ તથા તેમનાં પત્ની પણ વિનયવાળી વહુ ઘેર આવ્યાથી પોતાના જીવનને સફળ ગણવા લાગ્યાં તથા કહેવા લાગ્યાં કે, “કુળના તેમજ ઘરના દીવા જેવી ઉત્તમ વહુ પ્રાપ્ત કરીને મનુષ્ય ગૃહસ્થાશ્રમને ત્રણે વર્ગના સારરૂપ માને છે તે વાજબીજ છે.”

એક દિવસ મધ્ય રાત્રીને સમયે એક શિયાળનો અવાજ સાંભળીને શીલવતી માથા ઉપર ઘડો લઈને બહાર ગઈ. એનો સસરો એ વખતે જાગતો હતો. એને તરતજ વહુની નીતિ માટે શંકા ગઈ. સ્ત્રીઓની નીતિની બાબતમાં લાંબો વિચાર કર્યા વગર એકદમ અભિપ્રાય બાંધી દેવાની પુરુષોને ટેવ હોય છે. એ પ્રમાણે રત્નાકર શેઠે પુત્રવધૂની સુશીલતાનો આટલો બધો અનુભવ હોવા છતાં એકદમ તેને માટે ખરાબ અભિપ્રાય બાંધ્યો. શીલવતી તો નિંદવા યોગ્ચ કાંઈ પણ કામ કર્યા વગર થોડી વારમાં તે ઘડાને મૂકીને પાછી આવી અને સૂઈ ગઈ, પણ રત્નાકર શેઠનો સંશય તો દૃઢ થયો. એમણે સવારે પોતાની પત્નીને વહુને માટે