પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

३१–सुज्येष्ठा

સન્નારી રાજા ચેટકની પુત્રી અને આગલા ચરિત્રમાં વર્ણવેલી ચિલ્લણાની ભગિની હતી. બન્ને બહેનોમાં ઘણો સંપ અને સ્નેહ હતાં. એથી કરીને જ્યારે શ્રેણિક રાજા પ્રપંચ કરીને એની બહેન ચિલ્લણાને પરણી ગયો, ત્યારે સુજ્યેષ્ઠાને બહેનના વિયોગ અને સંસારના પ્રપંચોને લીધે વૈરાગ્ય ઉત્પન્ન થયો અને સંસારનો ત્યાગ કરી દીક્ષા લઈ ધર્મમય જીવન ગાળવાનો તેણે સંકલ્પ કર્યો.

એ ઉદ્દેશથી સુજ્યેષ્ઠા ચંદનબાળા નામની સાધ્વી પાસે ગઈ અને તેની પાસે દીક્ષા લીધી. ચંદનબાળા ઘણી વિદુષી હતી, એટલે સુજ્યેષ્ઠાને એની પાસેથી ધર્મનું સારૂં શિક્ષણ મળ્યું. ધર્મજ્ઞાન ઉપરાંત દેહદમન કરીને એણે તીવ્ર તપસ્યા પણ કરી હતી. જૈન સાધ્વીઓમાં સુજ્યેષ્ઠાની કીર્તિ તપસ્વિની તરીકે ફેલાઈ હતી.

એક સમયે સાધ્વી સુજ્યેષ્ટા ઉપાશ્રયની અગાસીમાં એકલી બેસીને તડકામાં ભક્તિ કરી રહી હતી. એવામાં પેઢાલ નામનો એક સિદ્ધ વિદ્યાધર ત્યાં થઈને જઈ રહ્યો હતો. એ નિષ્કામ, બ્રહ્મજ્ઞાની અને અનેક વિદ્યાઓનો જાણનારો હતો. સાધ્વી સુજ્યેષ્ઠાને તપશ્ચર્યા કરતી જોઈને એ મોહિત થઈ ગયો. એને વિચાર આવ્યો કે, “આવી તપસ્વિનીને હું ગર્ભ રાખી શકું, તો એનાથી ઉત્પન્ન થનાર પુત્ર મારી વિદ્યાઓને ગ્રહણ કરી શકશે.” એ દુષ્ટ વિચારથી એણે ભ્રમરનું રૂપ લઈને તપમાં લીન થયેલી સાધ્વીના ઉદરમાં ગર્ભનો પ્રવેશ કરાવ્યો. એ નિર્દોષ બાળાને તો કશી વાતની ખબરજ નહોતી, પરંતુ ગર્ભ પોતાના નિયમ પ્રમાણે દિનપ્રતિદિન વધવા લાગ્યો અને સાધુ તથા સાધ્વી–સમાજમાં સુજ્યેષ્ઠાની નિંદા થવા લાગી. એમણે અનુમાન કર્યું કે સુજ્યેષ્ઠાએ આશ્રમના નિયમોનો ભંગ કરીને બ્રહ્મચર્યને ખંડિત કર્યું છે. સુજ્યેષ્ઠાએ