પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
    • *** .

૧૧ અવધાન કર્યા અને અંતે સે। અવધાન કૌ, અને આવી રીતે ઓગણીસ વર્ષની ઉમરે તેઓ શતાવધાની કવિ થયા. તેઓએ મુંબઇ જઇ પેાતાની શતાવધાન કરવાની શક્તિ ક્રામજી કાવસજી ઇન્સ્ટીટયુટ અને અન્ય સ્થળેાએ પ્રજા સન્મુખ કરી બતાવી. આ આશ્ચર્યભૂત સ્મરણશક્તિની ક્રિયાઓથી તેમને પ્રજાએ સુવર્ણંચંદ્રક (ચાંદ) આપ્યા અને ‘ સાક્ષાત્ સરસ્વતી'નું બિરૂદ આપવામાં આવ્યું. પ્રસિદ્ધ સુધારક મિ. મલખારીએ ઉપરે।ક્ત શતાવધાનક્રિયા જોઇ પેાતાના પત્ર નામે

  • ઇન્ડિયન સ્પેકટેટર'માં તે વિષયે ધણાજ સ્તુતિપ્રદર્શક લેખ લખ્યા

- ,, અને તેમાં શ્રીમદ્ને “ બુદ્ધિ અને સ્મરણશક્તિ અદ્ભુત રીતે ધરાવ નાર ( A prodigy of Intellect and Memory ) કહ્યા. આ પછી થોડાક વખતમાં મુંબઇની હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્ત્તિ સર ચાર્લ્સ સારજન્ટ, ડૉક્ટર પીટર્સન, મિ. યાજ્ઞિક અને અન્ય પ્રતિષ્ઠિત પુરૂષાની પ્રેરણાથી શ્રીમા શતાવધાન જોવાને માટે એક મહાન્ લાકસભા ખેલવવાને વ્યવસ્થા કરવામાં આવી. આ અસાધારણ શક્તિ- વાળા યુવકની સ્તુતિ અને કદર લોકોએ અને પત્રવાળાઓએ ઉત્તમ રીતે પ્રદર્શિત કરી, સર ચાર્લ્સે તેમને યુરેાપમાં જઈ ત્યાં પોતાની શક્તિએ દર્શાવવાને ભલામણ કરી પણ તે તેમ કરી શક્યા નહિ. કારણ કે તેમણે વિચાર્યું કે, યુરોપમાં પોતે જૈનધર્માનુસાર રહી શકે નહિ. આવી રીતે સમગ્ર પ્રજામાં ખ્યાતિ થયા પછી તેમના પર એકાએક નવું પરિવર્તન આવ્યું હોય તેમ જણાયુ. વીસ વર્ષની વયે પ્રજાની દૃષ્ટિમાંથી પૂર્ણ રીતે તેઓ અદૃશ્ય થયા. પાતાની શક્તિ અને બુદ્ધિબળના ઉપયે।ગ પોતાના સમુદાયગમાં અને વિસ્તારથી સમગ્ર લેાકને શિક્ષા અને જ્ઞાનખેાધ આપવામાં કરવા માટે તેમણે નિશ્ચય કર્યો. તે ધણી નાની ઉમરથી પરિમાણમાં વાંચ- નાર હતા. તેમણે પદ્દર્શનની આલેાચના કરી; અને તેની સાથે પૂર્વની વિશેષતઃ અને સામાન્યત: પશ્ચિમની ફિલસુફીનાં દર્શને જોયાં. જો કે આશ્ચર્યકારક લાગશે, પરંતુ આ તે વાસ્તવિક સત્ય છે કે તેમને પુસ્તકને પૂર્ણ રીતે ગ્રહણ કરવાને ફક્ત એકજ વખત વાંચવાની જરૂર અતિશય Gandhi Heritage Portal