પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
૧૦૨
રાજપદ્ય.
    • *** .

૧૦૨ રાજપર્વ. ૮૨. ભાવકમ જીવને પેાતાની ભ્રાંતિ છે, માટે તે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય સ્ફુરાયમાન થાય છે, તેથી જડ એવાં દ્રબ્યકર્મની વગણા તે ગ્રહણ કરે છે. ૮૩. ઝેર અને અમૃત પોતે જાણતાં નથી કે અમારે આ જીવતે ફળ આપવું છે, તાપણુ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે; એમ શુભાશુભ કર્મ આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તાપણુ ગ્રહણ કરનાર જીવ, ઝેર અમૃતના પરિણામની રીતે ફળ પામે છે. ૮૪. એક રાંક છે, અને એક રાજા છે, એ આદિ શબ્દથી નીચપણું. ઊઁચપણુ, કુરૂપપણું, સુરુ- પપણું એમ ધણું વિચિત્રપણું છે; અને એવા જે ભેદ રહે છે-તે સર્વને સમાનતા નથી–તે જ શુભા- શુભ કર્મનુ ભાક્તાપણું છે, એમ સિદ્ધ કરે છે, કેમકે કારણવિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. ૮૫. ફળદાતાઈશ્વરની એમાં કઈ જરૂર નથી. ઝેર અને અમૃતની રીતે શુભાશુભ કર્મ સ્વભાવે કુળ દેતાં જેમ નિવૃત્ત થાય છે, પરિણમે છે; અને નિઃસત્વ થયેથી ઝેર અને અમૃત ફળ દેતાં જેમ નિવૃત્ત થાય છે, તેમ શુભાશુભ કર્મને ભાગવવાથી તે નિ:સત્વ થાય છે. ૮૬. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભ- ગતિ છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભગતિ છે, શુભાશુભ અધ્યવસાય મિશ્રગતિ છે; અને તે જીવપરિણામ તે જ મુખ્યપણે તે ગતિ છે; tal