પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
૧૦૯
રાજપદ્ય.

- .. રાજપથ્. ૧૧ર. તે સમકિત વધતી જતી ધારાથી હાસ્ય શાકાદિ જે કંઈ આત્માને વિષે મિથ્યાભાસ ભાસ્યા છે તેને ટાળે, અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રના ઉદય થાય, જેથી સર્વે રાગદ્વેષના ક્ષયરૂપ વીતરા- ગપદમાં સ્થિતિ થાય. ૧૧૩. સર્વ આભાસરહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવ- ળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદશારૂપ નિર્વાણુ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. ૧૧૪. કરાડા વર્ષનું સ્વમ હોય તાપણુ જાગ્રત થતાં તરત તે શમાય છે, તેમ અનાદિના વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. ૧૦૯ ૧૧૫. હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રી પુત્રાદિ સર્વમાં અહમમ ત્વપણું વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે, તે તુ કર્મના કર્તા પણ નથી, અને ભોક્તા પણ નથી, અને એ જ ધર્મના મર્મ છે. ૧૧૬. એ જ ધર્મથી મેાક્ષ છે, અને તુ જ મેાક્ષસ્વરૂપ છે; અર્થાત શુદ્ધ આત્મપદ એ જ માક્ષ છે. તું અનંત જ્ઞાન દર્શન તથા અન્યાબાધ છે. Gandhi Heritage Portal