પૃષ્ઠ:Rajpadhya.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાજપધ. ૩૧ રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝ ત્યાં કકળાટ કંકણુતા, છાતી નમી ભૂપતી; સંવાદે પણ ઇંદ્રથી દઢ રહ્યા, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. ખાણ મુંત્રને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ. દેખી આંગલિ આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્ય જ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એજ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા; જ્ઞાનીનાં મન તેહ રંજન કરે, વૈરાગ્યભાવે યથા. અનંત સૌખ્ય નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સાંખ્ય, પ્રેમ ત્યાં-વિચિત્રતા !! ઉઘાડ ન્યાય નેત્રને, નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શિદ્યમેવ ધારો, તે પ્રવૃત્તિ બાળ તું. જ્ઞાન, ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવપાર. ૧૭ મા વર્ષે વવાણી: . Ganani Heritage Portal