પૃષ્ઠ:Rajpadhya.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



પ્રસ્તાવના.

શ્રીમદ્ રાયચંદ્રનાં છૂટાં છવાયાં જે પદો મળી શક્યાં છે તે જનસમાજની સેવામાં રજુ કરૂં છું. તેનું જીવન બાલપણથીજ ધાર્મિક હતું એટલે તેઓના લગભગ સઘળાં પદો ધાર્મિકજ છે.

ઈ○ સ○ ૧૮૮૬–૮૮ ની સાલ દરમ્યાન, માત્ર ઓગણીશ વર્ષની વયે શ્રીમદ્ મુંબઇ ઇલાકામાં તાવધાની શીઘ્રકવિ તરીકે મશહુર થયા હતા, એટલે; કાઠિયાવાડમાં અને સકળ જૈન સમાજમાં તેઓનું ‘કવિ’ તરીકેનું નામ ઘરગતુ થઈ પડેલું છે; એટલે સુધી ‘ધરગતુ’ થઇ પડ્યું છે કે, ધાર્મિક દિશામાં તેઓના વિચારોને અનુસરી ચાલનારાઓને પણ ‘કવિના પંથના’ નામથીજ સંબોધાય છે.

કવિ તરીકેની આવી નામના છતાં તેઓએ પોતાના જીવનમાં “લૌકિક કવિ” તરીકે મુદ્દલ પણ પ્રવૃત્તિ કરી નહેાતી. “ધાર્મિક કવિ” તરીકે, પણ બહુજ થોડી પ્રવૃત્તિ કરી હતી, કારણ કે, તેઓના શબ્દોમાં કહીએ તો તેઓનો આત્મનિશ્ચય હતો કે.

નહીં ગ્રંથમાંહિ, જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી;
જ્ઞાન નહીં ભાષા ઠરી.

આ કારણથી, તેમ તેઓનો બીજો અખંડ અભિપ્રાય એ હતો કે,

“નહીં દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ.”

તે કારણથી આપણને આટલાંજ પદોની પ્રાસાદિ મળે છે.

આ પ્રાસાદિના જો યથાર્થ વિચાર કરવામાં આવે તો તેમાં સર્વદર્શનો અને સર્વ શાસ્ત્રોનાં તત્ત્વો સમાઇ ગયેલાં અનુભવવામાં આવવાંજ જોઇએ.

શ્રી રાયચંદ્ર ચન્દ્રિકા,
કાર્તિકી પૂર્ણિમા ૧૯૭૨.
સત્યાગ્રહાશ્રમ, અમદાવાદ.

મનસુખલાલ.