પૃષ્ઠ:Rajpadhya.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શ્રીમદ્ રાજચંદ્રનાં કેટલાંક સ્મરણા. (અપૂર્વ અવસર એવા ક્યારે આવશે?) સાધુચરિત કવિ સ્મરણ તમારાં શાં કરૂં? વિસ્મરણના ક્ષણુ એક નથી અવકાશ જો, અહર્નિશ છે અંતરમાં યાદી આપની, સદા ઉદિત ઉર ઉજ્જવલ પુણ્ય પ્રકાશ જો. સાધુ ચરિત કવિ.

      • * *! ....

× × પુનીત પરૂણા થઈ ઉતર્યા અમ આંગણે, અલ્પ સમય કીધે મનુકૂળમાં વાસ જો. ગુપ્ત ઝરણુ દૈવી રસનાં વહેતાં કરી, ત્વરિત વળ્યાં કરી પૂરણ આપ પ્રવાસ જો. સાધુ ચરિત.

શુષ્ક જીવન અમ રસ નિર્ભર સ્નેહે કરી, હે શિખવ્યેા આત્મજીવનના યોગ જે, જે સુખનાં સ્વપ્નાં સાથે સરખાવતાં, અલ્પ વસે ઉર ભુવનત્રયના ભેગ જો, સાધુ ચરિત.

મેધ રૂડા આણ્યા અમ ઉર મરૂક્ષેત્રમાં ટહુકી સ્વર્ગીય મધુરા રાગ મલ્હાર જો. નવપલ્લવતા અર્પી જીવનભાગમાં, કીધાં અમને ઉન્નત અધિક ઉદાર જો. Gandhi Heritage Portal