પૃષ્ઠ:Rajpadhya.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
૭૫
રાજપદ્ય.

________________

રાજપધ, ૭૫ ૫૭ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; - એકપણું પામે નહીં, ત્રણે કાળ દયભાવ. ૫૮ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાને કરનાર તે, અચરજ એહ અમાપ, શિષ્ય: આત્મા નિત્ય નથી. ૫૮ આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર, ૬૦ બીજી શકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ; દેહયોગથી ઉપજે, દેહવિયેગે નાશ. ૬૧ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. સદ્ ગુરૂ: આત્મા નિત્ય છે. ૬૨ દેહ માત્ર સંયોગ છે, વળી જડ, રૂપી, દૃશ્ય; | ચેતનનાં ઉત્પત્તિ, લય, કોના અનુભવ વસ્ય; ૬૩ જેના અનુભવ વસ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; - તે તેથી જૂદાવિના, થાય ન કેમેં ભાન. ૬૪ જે સંગે દેખિયે, તે તે અનુભવટસ્ય; e ઉપજે નહીં સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૫ જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઇને, કયારે કદી ન થાય. ૬૬ કોઈ સંયોગથી નહીં, જેની ઉત્પત્તિ થાય; e નાશ ન તેનો કોઈમાં, તેથી ‘નિત્ય” સદાય. ૬૭ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય, પૂર્વજન્મસંસ્કાર તે, જીવનિત્યતા ત્યાંય. ૬૮ આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય, - બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય Ganan Heritage Portal