પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બત્રીસ લખણો પુરૂષ હોમ્યો, ઇંદ્રજીત મહા ભાગ;
રાવણ શ્રીફળ પુરણાહુતિ, મહા પૂરણ કીધો યાગ. ૧૦

ક્રોધ અગ્નિ જાનકી જ્વાળા, પવન લક્ષ્મણ વીર;
રણયજ્ઞ શ્રી રામે કીધો, સમુદ્ર પેલી તીર. ૧૧

વલણ

સમુદ્ર પેલી તીરરે જઈ, યુદ્ધ કીધું શ્રી રામરે;
ભટ પ્રેમાનંદ કહે કથા, રણયજ્ઞ ધરીયું નામરે. ૧૨

કડવું ૨ જુંં

રાગ સારંગની ચોપાઈ

સેના ઉતારી સાગર પાર, છે વાનર યોદ્ધા પદ્મ અઢાર.
સેનાપતિ કીધો નલ કપિ, ક્રોધે શરીર રહ્યાં છે તપી.

બોલ્યા વાનર કરી વિનંતી, યુધ આજ્ઞા કીજે રઘુપતિ.
નલ નીલ અંગદ સુગ્રીવ શૂર, તે સંગ્રામ કરવા છે આતુર.

લક્ષ્મણ કહે સુનો શ્રીરંગ, લોહ સાંકળે બાંધ્યા માતંગ.
તેમ તમારી મર્યાદા સાંકળે, કપિ કુંજર બાંધ્યા છે બળે.

છૂટ્યા હસ્તિ વન ભાજે જેમ, છૂટ્યા વાનર લંકા લેશે તેમ.
યુધ આજ્ઞા દીજે રઘુરાય, વિયોગ સીતાજીનો જાય.

સાંભળી લક્ષ્મણનો પ્રતિબોધ, રામચંદ્રજીને દીપ્યો ક્રોધ.
કીધો ધનુષ્ય તણો ટંકાર, તે શબ્દે ઉધક્ડયો સંસાર.

ડોલ્યા દિગજ કાંપ્યા દીગપાળ, ખળભળિયાં સાતે પાતાળ.
રાવણનું ડોલ્યું સિંહાસન, ધ્વજા છત્ર થયાં બે પતન.

રાક્ષસીના થયા ગર્ભપાત, દારુણ વાયુ રુધિર વરસાત.
માન શુકન લંકામાં થાય, રોષે ભરાયા શ્રી રઘુરાય.

પન્નગ પ્રત્યે બોલ્યા શ્રીરામ, ચોપાસે ઘેરો લંકા ગામ.