પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વચન રાઘવનાં સાંભળી, ઉતપત્યા વાનર હુકલી.

ચારે પોળ ઘેરી વાનરે, ચઢી બેઠા કોટને કાંગરે.
સેના રાઘવની ઝોકી, ઉઠાડી રાવણની ચોકી.

પાડ્યા કાંગરા કોટાકોટ, કૂદે વાનર ને મુકે દોટ.
પુંછ પછાડે વજાડે ગાલ, રુએ રાક્ષસી બીહે બાળ. ૧૦

જે હાથે ચડે તેને ત્રાડે, છજાં ઝરુખાં ત્રોડી પાડે.
તરુવર બહુ નાખે પાષાણ, લંકામાંહે પડ્યું ભંગાણ. ૧૧

નાસે લોક કરે બુબાણ, થયું સભામાં રાવણને જાણ.
ઉઠી મંત્રી જોડી બે હસ્ત, રાવણ પ્રત્યે બોલ્યો પ્રહસ્ત. ૧૨

સ્વામી કપિ આવ્યા સમગ્ર, ચોપાસે ઘેર્યું લંકા નગર.
સિંહના ઘર પર આવે શિઆળ, ત્યમ વાનર આવ્યા ભૂપાળ. ૧૩

સાંભળી મંત્રી તણાં વચન, ક્રોધ કરી બોલ્યો રાજન.
કર સેના મારી સાવધાન, ઉતારું માનવનું અભિમાન. ૧૪

વલણ

માન ઉતારુઁ રામ તણું, કરું વાનરનો ઘાણરે;
દશસ્કંધ કોપે ચઢ્યો, પછે ગરગડ્યાં નિશાનરે. ૧૫

0

કડવું 3 જું રાગ સામેરી

રાય રાવણે કવચ પેહેર્યું, શિશ ધર્યા દશ ટોપ રે;
કરી વિશે લોચન રાતડાં, રુદે આણી દારુણ કોપરે.

જાવા ન પામે જીવતા, ભાઈ વાનર માનવ કોયરે;
બહુ ઢોલ દુદામા ગડગડે, ત્યાં શબ્દ કૂતોહલ હોયરે.

જે જે સુભટ લંકા વિખે, મુખ આગળ નિસરે આજ રે;
રાણી જાયા રાક્ષસ વીરનો, મોહોલો લે મહારાજરે.

કો રથ ચડ્યા કો ગજ ચડ્યા, કો ઊંટ પર અસવાર રે;