પૃષ્ઠ:Rasataragini.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'સત્કાર'ની પૂરવણી
[બીજી આવૃત્તિ માટે]

“ રાક્ષરતરંગિણી”ને તો ગુજરાતે અત્યંત મમતાભેર આદરમાન આપ્યાં. એ હુલ્લાસમાંથી ચાર નવા રાસોનો ઉમળકો આપણા કવિશ્રીને આવી ગયો. એ નવી કૃતિઓને સત્કારવાનો અધિકાર હવે તો કોઈ અન્ય પ્રેમીનો હોય, પણ કવિએ એટલું પુણ્ય મારા હાથને આપવા મમતા કરી. “રાસતરંગિણી" ની આવડી લોકપ્રિયતાની સામે મને સહજ ક્ષોભ ઉપજવા છતાં હું એ પુણ્ય હાંસલ કરવા બેસી જાઉં છું.

“સાસરી" ના નવા રાસમાંના પ્રત્યેક ભાવો નવા તો નથી જ. “સાસુ,” “વાલ્યમનાં વેણ,” “સમોવડ,” ઈત્યાદિના જ ૫ડઘા છે. છતાં એ તમામ રાસોનું રહસ્ય ખેંચીને ઉપજાવેલો આ અખંડ રાસ એવા તો સ્વાભાવિક પ્રસંગનો આધાર ધરે છે કે આખી રાસમાલામાં ખૂટતું એક આખું મોતી બરાબર પરોવાઈ ગયું લાગે.

પહેલું આણું વળીને પાછી પિયર ગયેલી દીકરીને નવા અનુ. ભવો પૂછનાર સાહેલીઓ પણ નોખનોખી વયની જ મળે ખરી ને ! કોઈ પરણેલી સહિયર પૂછે તો તેને 'રૂપાળી રાત'નાં રહસ્યો કહેવાં પડે; પણ માબાપની સોડ જેણે છોડી ન હોય છતાં જેને જુદા પડવાનો દિવસ આઘો અાઘો ચાલ્યો આવતો દેખાય છે, જેનું દિલ થરથરી રહ્યું છે. એવી કુંવારી બહેનપણી તો કાંઈક આવો જ અનુભવ જાણવા આવે ને ! નવા લોક અને ઘરની અજાણી : નહીં ત્યાં દાદા કે નહીં માડી; ન સહિયર, ન ભાઈ-ભાજાઈ કે નહિં નાની-મોટી મા-જણી બહેન, ' અરે રે ! એવા સાસરીઆમાં શી રીતે ગમ્યું ? એટલું બધું શાથી ગોઠી ગયું કે મીઠાં મહિયર પણ વિસરાયાં ? એને જવાબ રાસડો આપે છે, આવું સુખી ચિત્ર આપણા સંસારમાંની સાચી હાલતથી ઊલટું જ હિનભાગી હિન્દુ નારીને બે વધુ નિસાસા એ નખાવશે. પણ