પૃષ્ઠ:Rasataragini.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦

માન ત્યારે મન રાખજે રે,
અવર તણે અધિકાર રે, કોયલ બહેની ! એક૦

આજ રાણી તું તો રાગની રે,
સૌરભને શણગાર છે, કોયલ બહેની ! એક૦

વેદઋચા તું વસન્તની રે,
ધીમી સુધા કેરી ધાર રે, કોયલ બહેની !
એક 'કુહૂ' કર અાજનું રે


જનની
( મહિડાંનાં દાણ અમે નહિ દઈએ રે લોલ –એ ઢાળ )

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે.
જનનીની જોડ સખિ ! નહિ જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે. જનનીની૦

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વહાલનાં ભરેલાં એનાં વેણ રે. જનનીનીo

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે. જનનીનીo

દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે. જનનીની