પૃષ્ઠ:Rasbindu.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦ : રસબિન્દુ
 

અમારાથી વાંચનાલય કે પુસ્તકાલયમાં પણ ન જવાય. અમને એ વિદ્યાસ્થાનોમાં કોઈ પેસવા જ ન દે. પ્રવેશ કરીએ તો ધક્કા અને માર ખાઈએ.

અક્કલ તે અમે ક્યાંથી લાવીએ ? ભણતરનો પ્રકાશ જ અમારે માટે બંધ !

કદાચ પરધર્મીઓ અમને ભણાવે ! રામને ભજનારા અમ હિંદુઓને ભણાવનાર મુસલમાન મળે, કે ખ્રિસ્તી ગોરાઓ ! પણ એમાં એ ગોરાઓનો સ્વાર્થ એ કે અમે અમારો ધર્મ છોડીએ.

ધર્મ ? ઘણી યે વાર અમને થાય છે કે અમારા ધર્મને લાત મારી ફગાવી દઈએ તો કેવું ? પરધર્મમાં ગયેલાં અમારાં અનેક ભાઈબહેનોને અમે સુખી સ્થિતિમાં જોઈએ છીએ. અમને પજવણી જ અમારા સ્વધર્મીઓની. અમારી ઉપર ક્રૂરતા પણ અમારા જ સ્વધર્મીઓની !

અમને નામ આપે તે પણ તિરસ્કારભર્યાં.

અમને બોલાવે જ તેઓ ગાળ દઈને ! એ ગાળમય ભાષા અમારા જીવનમાં એટલી જડાઈ ગઈ છે કે ઘણી વાર ગાળ વગરની સભ્ય ભાષા અમારાથી સમજાતી જ નથી.

અમને તેઓ રાખે પણ એવા વાસમાં કે જ્યાં ગંદકી અને અનારોગ્યનો નિરંતર વાસ હોય.

આમ મને પાણી પણ અમારા સ્વધર્મીઓ ન પાય. અમને ધંધા પણ અમુક જ કરવાની છૂટ. હાટ કરવું કે દુકાન માંડવી, વીશી ચલાવવી, વેપાર કરવો, શરાફીમાં પડવું: એ કશું ય અમારાથી ન બને.

એ બધું ચલાવી લઈએ છીએ. પરંતુ તમે જાણો છે કે ધર્મનાં સ્થાન પણ અમારે માટે બંધ હોય છે ? ધર્મ અને ધર્મસ્થાન, દેવ અને દેવસ્થાન, સહુને પવિત્ર બનાવે એમ બધાં ય વાત કરે છે. પરંતુ ભૂલેચૂકે અમે દેવસ્થાનમાં પગ મૂક્યો તો ? ધર્મ બોળાય, દેવસ્થાન અભડાઈ જાય. દેવ અપવિત્ર બને ! અને પૂજારીઓ તથા દર્શને