પૃષ્ઠ:Rasbindu.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંડી : ૧૦૯
 

બનાવી રહી હતી.

એક દિવસ એ સ્ત્રીની આસપાસ થોડાં છોકરાં જ ટોળે વળ્યાં દેખાયાં અને મારું કુતૂહલ મને ત્યાં દોરી ગયું, એકબીજાના ઉત્તેજન વડે એ બાળકો બને એટલી રીતે એ બાઈને પજવી રહ્યાં હતાં. પૈસો આપવાનું કહી એક કિશોરે તેના હાથમાં કાંકરો મૂક્યો; બીજા કિશોરે તેને ધીમે રહીને કાંકરો માર્યો; ત્રીજાએ થોડી ધૂળ ઉડાડી; ચોથાએ તેનું ચીથર્ર્રું ખેંચ્યું: પાંચમાએ તેને ‘એ ગાંડી !’ કહી સંબોધન કર્યું – જે તાળીઓના નાદ વડે સહુએ વધાવી સંબોધનને અનેકગણું વધારી દીધું. પેલી સ્ત્રે કશાને ન ગણકારતી કાંઈ કાંઈ બબડી રહી હતી. એકાએક કોઈ ક્રૂર કિશોરે એક મોટી ઈંટ એ બાઈ તરફ ફેંકી અને બાઈના માથામાંથી રુધિર ટપકી રહ્યું.

આખું દૃશ્ય અસહ્ય હતું. આ અનાથ બાઈને ખીજવી–પજવી તેની ઘેલછાને વધારનાર બાળકોને ઉપજાવતા સમાજના હૃદયમાં કેટકેટલી ક્રૂરતા ભરી રાખી હશે ? ક્રૂરતામાં મોજ માનનાર બાળકોનાં કુટુંબોમાં – વડીલોમાં કેટકેટલું વિષ વહેતું જોઈએ ? નવું જગત આવાં બાળકો ઉપર રચાય ખરું ?

પરંતુ એ વિષાદભર્યા વિચાર બાઈને ઈંટ વાગતાં અટકી ગયા, અને કોણ જાણે કેમ, મારા મન ઉપરનો અંકુશ ખોઈ નાખી મેં ઈંટ મારનાર કિશોરને એવા જોરથી તમાચો માર્યો કે એ બે અરબડિયાં ખાઈ નીચે પડ્યો.

ટાળે વળેલાં બાળકો પ્રથમ તો સ્તબ્ધ બન્યાં, થોડી ક્ષણોમાં દૂર ખસી ગયાં, તથા કેટલાંક નાસવા લાગ્યાં. ઘેલા માનવીને ખીજવવાની – પજવવાની આનંદપ્રદ રમતમાંથી હજી સુધી કોઈએ તેમને રોક્યાં ન હતાં. ઊલટું સહુ કોઈ બાળકોથી પ્રારંભાયલી ગમ્મતને ઉત્તેજન આપી જોતજોતામાં એ ગમ્મતના સહભાગીદાર બનતા હતા. એમાં મારા જેવાનું ઉગ્ર રોકાણ બાળકોને ભય અને આશ્ચર્ય ઉપજાવે એમાં નવાઈ નહિ.

બાળકો દૂર ગયાં એટલે મેં મારો હાથરૂમાલ કાઢી પેલી બાઈને