પૃષ્ઠ:Rasbindu.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬ : રસબિન્દુ
 

મને સમજાવી દીધી. કવચિત્‌ હું અને જ્યોત્સ્નાગૌરી એકબીજાંની સામે જોઈ લેતાં હતાં, કારણ જયંતકુમારની આખી વાતમાં એક જ તત્ત્વ મને દેખાયું—જ્યોત્સ્નાગૌરીએ જે જે સૂચના કરી હતી તે બધી ઉપયોગી અને અક્કલથી ભરેલી હોવાનો સ્વીકાર જયંતકુમારે કર્યો હતો. એટલું જ નહિ, પણ સૂચનાઓનો અમલ પણ કર્યો હતો. જયંતકુમાર જોકે વારંવાર પોતાના નકશા અને પ્લૅનને આગળ કરતા હતા, છતાં મને લાગ્યું કે એ આખો નક્શો અને પ્લૅન બદલાઈ જઈ જ્યોત્સ્નાગૌરીના મનમાં રહેલાં નકશા પ્રમાણે મકાનનું ઘડતર ઘડાતું હતું.

‘પરંતુ આમાં તમારી તકરારની જગા કઈ ?’ મેં પૂછ્યું.

‘તકરાર ? હાં, હાં; જો હવે હું તને સમજાવું. આ બારી બિલકુલ સીધી રાખી હતી. આ કહે છે કે એમાંથી ઝરૂખો બનાવો. કેટલું બદસૂરત ઘર બની જાય ? તું જ કહે.’ જયંતકુમારે એક બારી બતાવી મારી સહાય લીધી.

‘એમાં બદસૂરત શું બની જાય ?’ મેં પૂછ્યું.

‘તને પ્રમાણનો-harmonyને ખ્યાલ છે ખરો ?’ જયંતકુમારે મને પૂછ્યું.

‘હું માનું છું કે એવો ખ્યાલ છે ખરો. એમાં કયું પ્રમાણ બગડે છે ?’

‘આખા ઘરની આગળ આ ભાગ આવી જશે એ તું સમજી શકે છે ?’

‘ઝરૂખો હોય તો આગળ આવે જ.’

‘મારા પ્લૅનમાં નથી. અને એ જ તકરારનો વિષય છે. હું કદી તે પ્રમાણે થવા દેવાનો નથી.’ જયંતકુમારે દૃઢતાપૂર્વક કહ્યું.

‘મેં ક્યાં કહ્યું કે તમે આમ જ કરો ? આ તો મને ઠીક લાગ્યું તે મેં સૂચવ્યું. તમને ન ગમતું હોય તો તે કદી થાય જ નહિ, હું મારી સૂચના પાછી ખેંચી લઉં છું.’ જ્યોત્સ્નાગૌરીએ કહ્યું. તેમના મુખ ઉપર જરા પણ ક્ષોભ ન હતો.

‘ત્યારે તમે સૂચના કરી કેમ ? તમારું મન...!’ જયંતકુમારે