પૃષ્ઠ:Rasbindu.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬ : રસબિન્દુ
 

અમૃતને ઘાસલેટના ડબ્બામાં ભર્યા સરખું લાગે છે. ગાયક ગાતો હોય : ‘ મુખ મોર મોર મુસકરત જા.’ અને ઝેર પીધું હોય એમ મુખ બગાડે; અગર ભક્તિભાવપૂર્વક ‘મેરે જનમ મરણકે સાથી’નું ગીત ગાતાં ચમકના ઊભરા અને મુક્કાબાજી માટે ઊપડતા હાથનું ભયાનક દૃશ્ય ઊભું કરી સંગીતકાર ઈશ્વરને પણ ભગાડી મૂકે, ત્યારે સંગીત કલા નહિ પણ રોગ બની જાય છે.

સારંગધરને ચાળાની, મુખમચકોડની અંતિશય ચીડ હતી. શિષ્ય સુંદર રાગસ્વરૂપ ઊભાં કરતો, અને સારંગધરનાં સૂચન અનુસાર એ સ્વરૂપને જીવંત પણ બનાવતો. પરંતુ કવચિત્ તેનો હોઠ વાંકો થઈ જતો, એના હાથ કોઈ વખતે સનેપાત થયો હોય એમ ઊછળતા, અને સુરકંપની સાથે કદી તે દેહ અને મસ્તકને પણ કંપાવતો.

‘જો દીકરા ! ગાતી વખતે હાથ ન હલાવીશ. તારે ગાવાનું છે, અભિનય કરવાનો નથી.’ સારંગધરે એક વખત શિષ્યને કહ્યું.

શિષ્યે કાળજી રાખવા માંડી. છતાં તેનું ડોકું ગાતાં ગાતાં ઝૂકી જતું.

‘તારે આટલું બધું ધૂણવાની જરૂર નથી.’ સારંગધરે સૂચના આપી. શિષ્યે તે સૂચના માન્ય કરી, છતાં કદી તેનું મુખ ગાતાં ગાતાં વાંકું થઈ જતું.

‘ભાઈ ! સંગીતકારનો આ ભારે દોષ શાસ્ત્રે કહ્યો છે. આવું રૂપાળું મુખ ઈશ્વરે આપ્યું છે; ગાતે ગાતે એને કદરૂપું ન બનાવ.’ સારંગધર જરા ઉગ્ર બન્યા.

શિષ્યને તો સંગીત જાણવું હતું; એને આવી રીતે ચડાવાતી શિખામણોની જરૂર નહોતી. સંગીતે માનવીની મુખચર્ચા કે દેહચર્ચા સાથે આવો ચીડ ચડે એવો સંબંધ રાખવો ન જોઈએ એવી શિષ્યની માન્યતા હતી; અને પ્રત્યેક શિખામણ સાથે શિષ્યનું મન સામનો કરતું. પરંતુ સારંગધર તો સંગીતના આખા વાતાવરણને સૌંદર્યભર્યું જોવા તલસતા. સંગીતના પ્રદેશમાં સંગીતકારનું મુખ કે હલનચલન સહજ પણ કદરૂપાપણું ઉપજાવે એ એમને અસહ્ય બની જતું.

એક સવારે ભૈરવનું આખું સ્વરૂપ શિષ્યે ઊભું કર્યું. ગુરુએ