પૃષ્ઠ:Rasbindu.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સંધ્યાકાળે માળીની દુકાને જઈ તેમણે ખણણણ કરતો એક રૂપૈયો ફેંક્યો અને બે આનાનો ગજરો ઉપાડ્યો. એ રૂપૈયો તે હું જ છું.

માળીને ત્યાં એકલા જોશીઓ જ ઓછા આવે છે ? ફૂલ એટલે રસિકતા: ફૂલ એટલે શોખ; ફૂલ એટલે ભક્તિ : ફૂલ એટલે માન. કોઈ નેતાને ગાડીમાંથી ઊતરતાં હાર પહેરાવવાનો હોય; કોઈ વક્તાને ભાષણ પૂરું થયા પછી હારતોરા કરવાના હોય; અમલદારોની અવર, જવર તો ફૂલઢગલા માગે જ : લગ્નજનોઈમાં ફૂલ જોઈએ: અને સાધુસંન્યાસીઓને ફૂલમાળાની ભારે જરૂર; રસિકાઓને ફૂલવેણી વગર કેમ ચાલે ? અને શોખીનોથી તો ગજરા વગર ડગલું પણ ભરાય નહિ ! એટલે માળીને ત્યાં ભીડ તો ઘણી જ રહેવાની. માળીનું આખું કુટુંબ કામ કરતું તો ય લોકોને થોભવું પડતું. ઊભા રહેલા ટોળામાં બધા જ ગ્રાહકો ન હતા : કામ ન મળવાથી કે પોતાનું કાર્ય વધારે સફળ થઈ પડવાથી ભીડમાં લોકોનાં ખિસ્સાં ફંફોસી કે કાતરી પોતાનું ગુજરાન ચલાવનાર તમારા કેટલા ય માનવબંધુઓ આવાં ટોળામાં ફરતા રહે છે. જોશી મહારાજનો ફેંકેલો હું જરા દૂર પડ્યો. માળીએ ધાર્યું કે કલગી બનાવી લઈ તે મને ઊંચકી લેશે. પરંતુ જાદુગરની સિફતથી એક ખિસ્સાકાતરુએ મને ઊંચકી લીધો-અને એક શાહુકારની માફક ઉતાવળ કરી રૉફ મારી બે પૈસાનાં ગુલાબ પણ એણે વેચાતાં લીધાં.

સહેલાઈથી પૈસા મેળવનાર સહેલાઈથી તેમને ખર્ચી પણ શકે છે. એણે મારા જોર ઉપર એક સારી હૉટેલમાં – ક્ષુધાશાન્તિગૃહમાં પ્રવેશ કર્યો અને ચહાચવેણુ મંગાવી તેને ઠીક ઠીક ન્યાય આપ્યો. આખા દિવસનો એ ભૂખ્યો હશે એમ મને લાગ્યું. છતાં માનવીનો ખોરાક કેટલો ? છ આના, આઠ આના એક ટંકના ખરચે તો પરમ વૈભવી ખાણું એને મળી શકે. પણ એટલું બધાને મળે છે ખરું ? ન મળતું હોય તો વધારે પૈસા સંઘરી રાખનાર પાસેથી ચોરવાનો, લૂંટવાનો કે ઝૂંટવવાનો હક ભૂખે મરનારને મળવો જોઈએ, નહિ ? એ ખિસ્સાકાતરુએ મને તો ગલ્લા ઉપર ફેંક્યો અને દસ કે આઠ